________________
(પ૭ ) ત્રીજી રીતે મહાવીર અને કૃણિકનો સંબંધ બાદ્ધ ગ્રન્થોને આધારે મેળવીએ.
દીઘનિકાય'માં લખ્યું છે કે કુણિક(અજાતશત્રુ)ના રાજ્યત્વકાળના પ્રથમ વર્ષમાં મહાવીર અને કૃણિકનો સંબંધ થયે છે.
“ अन्नतरो पि खो राजामच्चो राजानं मागधं अजातसत्तुं वैदेहीपुत्तं एतदवोच-" अयं देव ! निगंठो नातपुत्तो, संघी, चेव गणी च गणाचारियो च भातो, यशस्सी, तीत्थकरो, साधुसंमत्तो, बहुजनस्स रतन्नु, चिरपव्वजितो अद्वगतो वयो अनुपत्ता ति ।"
અર્થાત એમાંના એક મંત્રીએ....અજાતશત્રુને કહ્યું કે-મહારાજ ! આ નિગ્રન્થ જ્ઞાતપુત્ર આવ્યા છે ...... ચિરદીક્ષિત અને અર્ધગત ઉમરના છે.
(ધનિય. ') હવે ઉપરના બૌદ્ધગ્રન્થના આધારે અજાતશત્રુના રાજ્યકાળના પ્રથમ વર્ષમાં આ ચર્ચા થયેલી મનાય છે. એ હિસાબે ઉપર વાંચ્યા પ્રમાણે મહાત્મા બુદ્ધ ૭૨ વર્ષના હતા (કારણ કે તે પછી આઠમે વર્ષે, ૮૦મા વર્ષે નિર્વાણ પામ્યા) અને ભગવાન મહાવીર પ્રગતવયા એટલે લગભગ ૫૦ વર્ષના હતા.
હવે અજાતશત્રુ(કૃણિક)ના રાજ્યકાળના પ્રથમ વર્ષમાં ભગવાનની ૫૦ વર્ષની ઉમર હતી તે એ સિદ્ધ થાય છે કેભગવાન ૭૨ વર્ષની ઉમર ભેગવી કૃણિકના રાજ્યત્વકાળના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com