________________
(૧૭ ) (૨) પરિરિાક પર્વ, સ ૬, પૃ. ૨૧૨, ૧૧૪, ૨૬૬, ૨૨૬
છો. ૧૬ થી ૧૮ મુવી. (૩) વૈવા૦િ% (મીમસિંહું માળ)સૂત્ર પૂ. ૨૨, ૬૨, ૬૪, ૬૬૧, ૨૬, ૨૭ વિગેરેમાં દીક્ષા, મૃત્યુ આદિ વિષયમાં સ્પષ્ટ અને વિસ્તારથી વૃત્તાન્ત આપવામાં આવ્યું છે.
તે ઉપરાંત બીજા પણ કેટલાક શાસગ્રન્થોમાંના સ્પષ્ટ ઉલ્લેખથી તેમની દીક્ષા, મૃત્યુ–સંબંધમાં સારે પ્રકાશ પડે છે. તેમના માતા-પિતા કેણ હતા? મનક નામ કેમ પડયું? પિતાની દીક્ષા વખતે તેઓ ગર્ભમાં હતા એ વિગેરે બધું તેમનું ચરિત્ર બહુ ઓછા પરિશ્રમે જાણવા મળે છે.
આ બધી હકીકતેથી એમ જણાય છે કે મનક સુનિનું મૃત્યુ બાર વર્ષની ઉમરે નહી પણ લગભગ ૮ થી ૯ વર્ષની ઉમરે થયું હતું એમ પ્રતીત થાય છે.
છતાં આવા પ્રસિદ્ધ બાલમુનિની મૃત્યુવય બાબત આવી રીતે શા માટે અને કેવી રીતે લખાયું હશે તે કલ્પી શકાતું નથી. તેમણે જે સાલવારી બતાવી છે તેથી એટલું તે સમજી શકાય કે કેઈ ગ્રન્થ તેમણે વાંચ્યું હશે, છતાં પુસ્તકમાં તેનું પ્રમાણ આપ્યું નથી. એટલે તે ગ્રન્થ કર્યો હશે અથવા જેન ગ્રન્થ તરીકે પ્રમાણભૂત હશે કે કેમ તે શંકા ઉપજાવે છે. પ્રમાણભૂત પ્રસિદ્ધ ગ્રન્થથી તે તેમની મૃત્યુવય પ્રાયઃ ૮ થી ૯ વર્ષની નિર્દિષ્ટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com