________________
( ૩ ) ઈતિહાસકારોને અવકાશ મળે, એટલે ભૂતકાલીન અને વર્તમાનકાલીન જૈન શાસ્ત્રો ને જૈન ઇતિહાસકારોની પ્રતિષ્ઠા જાળવવાને માટે પણ આ પ્રયત્ન કરે મને જરૂરી લાગે છે. એટલે થોડાક જરૂરી મુદ્દાઓ શાસ્ત્રના, ઈતિહાસના ને ભૂગાળના પ્રમાણે સાથે અહીં ચર્ચા છે.
.: ૨ : મહારાજા ખારવેલ અને આજીવિક મતનો સંબંધ
પ્રાચીન ભારતવર્ષ” માં ચક્રવર્તી મહારાજા મારવેલકલિંગપતિ)ને આજીવિકમતના બતલાવવામાં આવ્યા છે. ખારવેલ આજીવિકા મતાનુયાયી હતે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૨૯ત્રી ટી. પ૩. તે સંબંધી તેમને પૂછી જોતાં તેઓ તૈયાર થનારા તેમના ત્રીજા ભાગમાંનું જીવનચરિત્ર જેવાનું બતાવે છે. સાથે સાથે પુસ્તકમાં અન્ય સ્થળે ખારવેલને જૈન મતાનુયાયી પણ જણાવે છે. બીજી તરફ આજીવિક મતને જૈન ધમની શાખા તરીકે બતાવે છે. તેમ કરવામાં તેઓ ઈતિહાસકાળ-ખારવેલને સમય અને વર્તમાનકાળને ભેદ પણ ભૂલી જાય છે. એટલે આજીવિક મત સંબંધી કે ખારવેલને કર્યો ધર્મ હોઈ શકે તે સંબંધી નિશ્ચિતરૂપે તેઓએ કશું પ્રતિપાદન કર્યું નથી, પ્રમાણ આપ્યું નથી, સમજાવ્યું નથી. તેઓ એ બધામાં મુંઝાઈ ગયા દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com