________________
(૨૩૬) નામ નથી આવ્યું તે પછી તે તમારી નજરમાં શી રીતે ચડી આવ્યું ? તમે એમ જણાવ્યું હતું કે રુદ્રદામનના લેખમાં અમુક પંક્તિમાં “શાલિશુક”ના નામને ઉલ્લેખ છે, પણ તમે તે પ્રમાણ કે પુરાવા આપવાના શપથ લીધા છે. પણ મહાનુભાવ, આમ તે કંઈ ઈતિહાસ લખાતે હશે ? તમે હવે આ વાત વેળાસર જણાવી નાખે કે રુદ્રદામાનવાળા લેખમાં “શાલિશુકનું નામ અમુક પંક્તિમાં આવેલું છે. નહિ જણાવે તે તમે કપિત વાતે હંકારે છે એ કહેવું જરા ય વધારે પડતું નથી. વળી એ લેખ બાબત તમે એક બીજી પણ કુચેષ્ટા કરી છે. તે એ કે, “પ્રશસ્તિના બે વિભાગ છે ઈત્યાદિ–”( પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૩૯૬) એ લેખ એક અખંડ લેખ છે, તેના બે ભાગ જ નથી. અત્યાર સુધીના બધા શોધકોએ એ લેખને એક અખંડ જ જણાવેલ છે. તેમાં લિપિ કે ભાષાનું અંતર નથી. આમ છતાં ય તમે બે ભાગ શી રીતે કહે છે ? તમારી કલ્પનાની પુષ્ટિ માટે તમે કશું પ્રમાણ પણ આપ્યું નથી. આ ઉપરાંત ડોકટરમહાશયે એ રુદ્રદામનના લેખ બાબત બીજી પણ અનેક અનર્ગલ કલ્પનાઓ (પૃ. ૩લ્ય૩૭) ચીતરી મૂકી છે કે જે કલ્પનાનું નથી મેં કે નથી માથું. આમ વિના પુરાવાથી લખનારને વારંવાર શું કહેવું?
ડૉકટરસાહેબની ચાલાકીની શી વાત કરું ? એક તે તેઓ જે અક્ષરે જ્યાં ન હોય તેને ત્યાં વાંચી કાઢે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com