________________
૧૯
વિશેષ આશ્ચર્યકારક ઘટના તે એ છે કે જે પુસ્તકના ઉતારાઓ કે મતે તેમણે લીધા છે તેના આસપાસના ફકરાઓના સંબંધને તેડી અધૂરા શબ્દના ફકરાઓ પિતાની કલ્પનાને અનુકૂળ આવે એવા હોય તે ઉઠાવી લઈ, બીજાના મત તરીકે સ્થાપી તેનું શરણ શેડ્યું છે અને તેમ કરી તે વિદ્વાનેને બદનામ કર્યા છે. આવી કુટિલતા પણ તેમાં વાપરવામાં આવી છે.
બીજી તરફ ઐતિહાસિક પુરુષોએ અનવેષણથી શોધી કાઢેલી સત્ય હકીકતે રજૂ કરવા માટે સલાહ આપી છે છતાં તેને સારું બની સ્વીકાર કરાયો નથી.
આવી આવી હકીકત જ્યારે વાંચવામાં આવે ત્યારે સહેજે એમ માનવાનું કારણ મળે કે પુસ્તકને મૂળ ઉદ્દેશ ખરી હકીકત રજૂ કરવાનો નહીં પણ કંઇક જુદે જે હેવો જોઇએ. વળી તેના સમગ્ર વાચનથી એવો અવ્યક્ત ધ્વનિ નીકળી આવે છે કે “ઠીક છે, આ પણ ઇતિહાસ થઈ જશે ને! ભવિષ્યમાં આપણે પણ એક ઐતિહાસિક તરીકે મત ગણાઈ જશે ને? એ પણ હકીકતે બની જશે ને ?
આવા બધા અર્થે પુસ્તકમાં ભર્યાં પડયા હેવા છતાં લેખક લખે છે –
“આખા ગ્રન્થમાં સંશોધક દષ્ટિએ કામ લીધે જવાયું હોવાથી પાને પાને નવીન જ હકીકત દેખાયા કરે છે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૭ પ્રશસ્તિ
* Bhilsa Topes by Cunningham
* મુનિરાજ શ્રી શારિરચનg પુ. ૧, પૃ. ૨૧૫ ઉપર બતાવેલી હકીક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com