SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) કે અ૫ પ્રયત્ન ને અ૫ માત્રાવાળું નામ ચોર છે. ચૌરિ નામ તે ચાર કરતાં મેટું ને અધિક પ્રયત્ન તથા માત્રાવાળું નામ છે. એટલે ચિરિ કરતાં ચાર ટૂંકું નામ છે, એ તે ઊંધા મગજની સંભ્રાન્ત કલ્પના છે. વાસ્તવમાં શૉરિપુરની જે વ્યુત્પત્તિ કરી છે તે ભારતની કે યૂરોપ, અમેરિકાની કઈ ભાષામાંથી નીકળી શકે તેમ નથી. અને જે મુવમસ્તીતિ વચ્ચે કરવું હોય તે મુંબઈને નાગપુર માને, માતાને સ્ત્રી માને કે પુત્રને પિતા માને તો પણ કઈ કઈને કહી શકે નહી. વ્યક્તિગત રીતે તે બધું ય ગમે તે રીતે સમજી લેવાય પરંતુ આવી વસ્તુ જનતા સમક્ષ મૂકવાનું સાહસ ન કરાય. દરેક વસ્તુની સંગતતા અસંગતતાને ખ્યાલ કર રહો, ઈતિહાસમાં તો વિશેષે કરીને. ચોરવાડને શૌરિપુર કે સાંચીને પાવાપુરી માનવાની હકીકત જેવી કલ્પના પ્રાચીન ભારતવર્ષમાં પુસ્તક સિવાય ઈતિહાસમાં કદાચ કયાંય નહીં મળે. ૌરિપુરની ખરી ઉત્પત્તિ તે એમ છે કે-શરિ અને સુવીર એ શર રાજાના બે દીકરા હતા. રાજાએ દીક્ષા લીધી ત્યારે શૌરિએ પોતાના નાના ભાઈ સુવીરને મથુરાનું રાજ્ય સોંપી પિતે ફરવા નીકળી ગયે અને તેણે કુશાત દેશમાં જઈ નવું ગામ વસાવ્યું. તેનું નામ તેણે પોતાના નામ ઉપરથી શારિપુરપાડયું. ભાવસિંહજીએ પોતાના નામ ઉપરથી ભાવનગર અને જામ સાહેબે જામનગર, કૃષ્ણકુમારે કૃષ્ણનગર એમ રાજાઓ પોતાના નામ ઉપરથી રાજધાનીના નામ પાડે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy