________________
(૧૩૮) જણાવ્યા ત્યારે તે તેમાં એક અસંભવ કથન લખી નાખ્યું છે એમ કહ્યા વગર રહી શકાય નહીં, કારણ કે –
तेणं कालेणं तेणं समएणं पासावच्चिजे केसीनाम कुमार समणे, जाइसंपण्णे, कुलसंपण्णे, बलसंपण्णे, रूपसंपण्णे, विणयસંપvછે, નાળસંપvજે......
रायपसेणियसि पयेसिकहाणयं, पृ. ५ તે વખતે ત્યાં–સાવત્થીનગરીમાં-પાર્થાપત્ય કેશી નામે. કુમાર શ્રમણ પણ આવેલા હતા. એ કેશીકુમાર શ્રમણ જાતવાન, કુલીન, બલિષ્ઠ, વિનયી, જ્ઞાની, સમ્યક્રશની...... અને યશસ્વી હતા.
એટલે કે કેશી ગણધર શ્રી પાર્શ્વનાથના ચેથી પાટના ધારક ખરા, મહાવીરના સમકાલીન ખરા; પરંતુ શ્રી પાર્શ્વનાથના ગણધર તો નહીં જ.
બીજા પણ એક બે સ્થળે કેશ વિગેરેમાં શ્રી પાર્શ્વનાથના ગણધર કેશી મુનિ એ પાઠ જોવામાં આવ્યું છે, સારા ગણાતા વિદ્વાનોએ એ બાબતમાં લખી નાખ્યું છે, પરંતુ તે વાસ્તવિક નથી.
આ બાબત પ્રશ્ન ચર્ચા થતાં જણાવવામાં આવ્યું છે કે “ શ્રી પાર્શ્વનાથના ગણધર તરીકે કેશી નામની વ્યક્તિ થઈ નથી તે મતલબનું ત્યાં (“પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં ) જે લખાણ થયું છે તે અશુદ્ધ છે અને કાઢી નાખવાની જરૂર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com