________________
( ૯૬ )
સ્વતઃ નિશ્ચિત થઈ જાય છે કે તી સ્થળ કર્યું અને કલ્યાણકભૂમિ કઇ ? ઈતિહાસમાં જેમ જેમ ઊંડા ઉતરાય તેમ તેમ વિગતા અને હકીકતા વિશેષ પ્રમાણમાં મળે.
જેમને કાંઈ વાંચવું જ નથી અને માત્ર ખાટા મચાવ કરવા મનઘડત ગમે તેવી કલ્પનાએ કરવી છે તેમને માટે દુનિયામાં શે। ઇલાજ હાઈ શકે ?
ખરી રીતે સચ્ચીરિ એ નથી પણ એક જ છે; અને તે સાચારના રૂપમાં અત્યારે પશુ હયાત છે.
સાંચી
સાચારનું દિશાસ્થાન અને સંખ્યા નક્કી થયા પછી સાંચીની દિશા ને સ્થાન નક્કી કરીએ.
સાંચી એ ભેાપાળ પાસે આવેલુ બાપાળ સ્ટેટનુ ગામ છે. તેના ગમે તેટલા ઉપનામે!આપીએ કે ગમે તેટલા અપભ્રંશા કરી બતાવવામાં આવે તે પણ તે પાવાપુરી નથી થઈ જવાનુ એ Historical fact and eternal truth છે એટલે સાંચી પણ સાચાર અને પાવાપુરીથી ભિન્ન એક જુદુ જ ગામ છે. પાવાપુરી સાથે તેને કશે પણ સંબંધ નથી.
તેનું ખરું નામ સાંચી છે. મંત્રી કે સંચીપુરી એ નામેા જ ખાટાં દેખાય છે. હિન્દી ભાષામાં તેને સાંચી જ કહે છે. તેની હકીકતના હવે પ્રમાણા જોઇએ.
(?) માંની નામ ખરુ છે. મંત્રી નહીં.
तिब्बतमें सवा बरस, पृ. ११.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com