________________
( ૫ ) સાચાર સંબંધી પ્રશ્નચર્ચામાં સત્યપુરની બધી હકીકત સ્વીકારે છે પણ સાથે સાથે એક બીજી સુચીઉરિની પણ કલ્પના કરી છે. એક સચીઉરિ તીર્થસ્થળ તરીકે અને બીજી કલ્યાણકભૂમિ તરીકે. અને બે સચ્ચીઉરિની કલપના કરી એક સઉરિને તે શ્રી જિનપ્રભસૂરિ પહેલા જ પ્રજાની યાદીમાંથી પણ ખેસવી દીધી. અત્યાર સુધી કેઈને તે વસ્તુ યાદ ન આવી તે હવે “પ્રાચીન ભારતવર્ષના લેખકને યાદ આવી, કારણ કે શાસ્ત્રોમાં કયાંય પણ બે સગ્ગીકરીને ઉલ્લેખ થ ય એમ માલૂમ નથી. જે બે સીઉરિ હત તે જેમ બે પાવાપુરીને ઈતિહાસમાં સ્થળે સ્થળે ઉલ્લેખ છે તેમ બે સચ્ચીહરિને પણ ઉલ્લેખ ઈતિહાસમાં કેઈક સ્થળે તે અવશ્ય મળત.
આથી તે એવું અનુમાન થાય છે કે એક અસત્યને ઢાંકવા અસત્યની પરંપરા ઊભી કરવી પડે છે. મહાનુભાવ, ઇતિહાસપ્રેમીને આ ધર્મ નથી. અસત્ય વસ્તુને ગમે તેમ કલ્પના કરી સત્ય ઠરાવવાની તાણુતાણી અને તે પણ ઈતિહાસના વિષયમાં એ હઠ પકડી રાખ ભાસ્પદ નથી. જે પ્રમાણયુક્ત નથી તે છોડી દેવું અને પ્રમાણયુક્ત હોય તેને સ્વીકાર કરે, એ ઐતિહાસિક પુરુષનું લક્ષણ છે.
વળી શ્રી. જિનપ્રભસૂરિએ જેમ “ તીર્થભૂમિ ” માટે સચપુર તથા ” રચ્યું છે તેમ કલ્યાણકભૂમિ માટે * અપાપા બહત્ક૫ ” પણ રચ્યું છે. કલ્યાણકભૂમિ પાવાપુરી માટે તે એક નહી બે કપ રચ્યા છે. એથી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com