________________
( ૭૩ )
વળી કાનના ઉપસની હકીકત, અભિગ્રહ પૂરા થયા પછી અને કેવળજ્ઞાન થયા પહેલા-વચગાળાના સમયમાં અનેલી છે. અભિગ્રહ પૂરા થયા પહેલા પશુ નહીં અને કેવળજ્ઞાન થયા પછી પણ નહીં.
ત્યારે હવે જો પ્રા. ભારતવર્ષના લેખકની કાશાંખીના Àામાસાની કે તે પછીના અનુક્રમની કલ્પના જે ખરી માનવામાં આવે તે આ બધો મેળ ત્રિકાળમાં પણ કોઇ રીતે સંગત થાય નહીં. એટલે એ ચામાસા વિગેરેની તમામ હકીકતના ક્રમની કલ્પના તદ્ન અસંગત, અસંબદ્ધ અને નિર્મૂળ કરે છે.
ખરી હકીકત એ છે કે પાછળ કહ્યું તેમ કૈાશાસ્ત્રીમાં ચામાસુ થયું નથી પણ જેઠ મહિનામાં અભિગ્રહ પૂરા કરી ભગવાન ચંપામાં આવ્યા. ત્યાં ચેમાસુ કરીને વિચરતા વિચરતા છમ્માણિ ગયા અને ત્યાં કાનના ઉપસર્ગ થયા. ત્યાંથી મઝિમપાવામાં ગયા. ત્યાં વૈદ્ય કાનના ખીલા કાઢ્યા અને ત્યાંથી જ ભીયગામ આવ્યા.
એ અવાન્તર હકીકતા પછી છદ્મસ્થાવસ્થાનું છેલ્લુ' ચામાસુ પૂરું કરી કેવળજ્ઞાન કયાં થયું એ સ્થાન–પ્રસ્તુત વિષયઉપર આવીએ.
· પ્રાચીન ભારતવર્ષ ' પુસ્તકમાં ભારર્હુતને જ ભીય ગામ માની તેની પાડેાશમાં વહેતી સાન( સુવર્ણ રેખા )ની એક પેટા નદીને રિજુવાલુકા તરીકે ગણાવી છે. તેમાં લખ્યું છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com