________________
( હર ).
ઉપરની માન્યતા પ્રમાણે છઘસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કૌશામ્બીમાં (કલ્પના જ અસંભવ છે છતાં) થયું, પછી તેની આસપાસ ભગવાન વિચર્યા, પછી પિષ (શુદિ નહીં પણ) વદિમાં અભિગ્રહ લીધો, પછી અભિગ્રહ પૂરે થયે અને કાનને ઉપસર્ગ થયે. આ કમ આવ્યો.
હવે વિચારવાનું એ છે કે–ભગવાનને અભિગ્રહ તે છદ્મસ્થાવસ્થાના છેલ્લા ચોમાસા પહેલાં પૂરે થઈ ચૂક્યા છે એ શાસ્ત્રસિદ્ધ વાત પ્રમાણપૂર્વક ઉપર બતાવાઈ ગએલ છે.
બીજું કાનના ઉપસર્ગમાં તે આ અનુક્રમ ભારે બાધક થઈ પડે છે, કારણ કે કશામ્બીના ચેમાસા પછી. તેની આસપાસ વિચર્યા, અને પોષ માસે અભિગ્રહ લીધા. પછી લગભગ છ માસે (પાંચ દિવસ ઓછા) જેઠ માસે અભિગ્રહ પૂરો થયા બાદ અને ચોમાસુ બેસતા પહેલાના વચગાળાના એકાદ માસના સમયમાં સુમંગળ, સુછિત્ત, પાલક વિગેરે ગામમાં વિચર્યા ક્યારે? એક માસમાં તેમણે ચેમાસુ કયાં કરી લીધું? પછી વિહાર કરીને છમ્માણિ કયારે પહોંચ્યા ? ઉપસર્ગ ક્યારે થયો ? એ વિગેરે બધી બાબતેને મેળ એક જ માસમાં બેસે શી રીતે? એક ચેમાસા માટેજ ચાર માસ તે જોઈએ.
વળી એ પણ લક્ષ્યમાં રાખવાનું છે કે કેશામ્બીથી ભગવાન સીધા છન્માણ ગયા હોય એવો ઉલ્લેખ નથી. છમ્માણિમાં તે ગયા છે ચંપામાં ચોમાસુ કર્યા પછી અને કાનના ઉપસર્ગની હકીકત તે ચંપાના ચોમાસા પછીના વખતમાં બનેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com