________________
ભગવાને અગિયારમું ચોમાસુ વૈશાલી નગરીમાં કર્યું. તે પછી ચોમાસુ પૂરું થયે ભગવાન સુ સુમારપુર આવ્યા. ત્યાંથી ભગપુર, નંદિગ્રામ, મેંટિયગામ આવ્યા અને ત્યાંથી કૌશામ્બીમાં આવ્યા. ત્યાં પિષ વદિ ૧નાં રોજ અભિગ્રહ ધારણ કર્યો. તે પછી પુનઃ વિચરીને પાછા કૌશામ્બીમાં આવ્યા અને છ માસમાં પાંચ દિવસ ઓછા હતા ત્યારે કૌશામ્બીમાં જ જેઠ શુદિમાં પારણું કર્યું.
બારમું ચોમાસુ તે પછી ફરતા ફરતા ભગવાન સુમંગળ, સુછિત્ત, પાલક વિગેરે ગામોમાં વિચરીને ચંપામાં આવ્યા. ત્યાં તેમણે બારમું ચેમાસુ ર્યું.
એ ચોમાસા પછી ભગવાન જ ભયગામ, મેંદ્રિયગામ, છમ્માણિ મક્ઝિમ પાવા વિગેરેમાં વિચરી જભીયગામ જુવાલુકા નદી ઉપર)માં આવ્યા ત્યાં તેમને વૈશાખ શુદિ ૧૦ ના દિવસે કેવળજ્ઞાન થયું એટલે કેવળજ્ઞાન પહેલાનું ચોમાસુ તેમનું ચંપાનું જ ગણાય અર્થાત ચંપામાં કરેલું બારમું ચેમાસુ ભગવાનની સ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કહેવાય.
*ડે. શાહનું “પષ શુદિ પડવાના દિવસે અભિગ્રહ લીધે છે” એ કથન પણ વ્યાજબી નથી. અભિગ્રહ પિષ વદિ પડવાને દિવસે લીધાને ઉલ્લેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com