SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] આ સંબંધમાં મારૂં મંતવ્ય પશુ પૂ. મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજીના મતાનુસાર છે. પરંતુ જો તે પ્રમાણે લખીને મેં બહાર પાડયું હેાત તા, ઉપરના જ શબ્દમાં પેાતે વિવેચન કરત કે કેમ તે વિચારવા ચેાગ્ય છે? આ અધિકાર તેમને છે એટલે હું તેા સૈાન રહી હવે ખીજો મુદ્દો જણાવું છું. તેમણે રજુ કરેલાં નિવેદન સત્ય છે કે કેમ તેના નિર્ણય પોતે જ કરી લઈને જણાવશે. હું તે માત્ર તેની સ્થિતિ સમજાવીશ. (૧) (પૃ. ૨૮) ચષ્ટનના પિતામહ ઝામેાતિક (સમેતિક, ચ્ડામેાતિક) લખેલ છે, જ્યારે (પૃ. ૩૦) ઝામેાતિકના પુત્ર ચષ્ટને...(પૃ. ૪૩) વંશાવળીમાં ઝમેતિક-ચટન ૮૦–૧૧૦ ઈ. સ. (પુત્ર તરીકે); એક સ્થાને ચષ્ટનને પુત્ર કહે છે જ્યારે ખીજે ઠેકાણે પાત્ર કહે છે; આમાં સત્ય શું.? (૨) પૃ. ૪૩ની વંશાવળીની ફૂટનેટમાં લખે છે Ý—‘ મહાક્ષત્રપ દામજદશ્રી પ્રથમ અને રૂદ્રસિંહ પ્રથમના રાજ્ય કાળની વચ્ચમાં, ઈશ્વરસેન (?) આભિર મહાક્ષત્રપની ગાદી ઉપર આવી ગયા હતાં.” આમાં દામજદશ્રી પહેલાને સમય ૧૫૦-૧૮૦ અને રૂદ્રસિંહ પહેલાના સમય ૧૮૧-૧૮૮; ૧૯૧–૧૯૬ તેમના કહેવા પ્રમાણે આવે છે. એટલે ઇશ્વરદત્ત આભીરના સમય ૧૮૦ થી ૧૮૧ માં કે બહુ ત્યારે ૧૯૧ સુધીમાં થયાનું તેઓશ્રી માને છે. વળી (પૃ. ૩૬) લખેલ છે કે તેણે (દ્રસિંહે ) ૧૮૧–૧૮૮ સુધી રાજ્ય કર્યું છે પછી ઈશ્વરદત્ત આભીર મહાક્ષત્રપ થયા. તેણે ૧૮૮-૧૯૦ ઇ. સ. સુધી રાજ્ય કર્યું એમ લખ્યું પણ છે. જ્યારે ડા. સન (કા. આં. રે. પ્ર. પૃ. ૧૫૩) અને ખીજા વિદ્વાના તેના સમય ઇ. સ. ૨૩૬-૨૩૮ માને છે. (૩) (પ્ર. પુ. ૪) “શકાની જુદી જુદી શાખા હતી. તેમાં પશ્ચિમી શકરાજાએ (વેસ્ટર્ન ક્ષત્રપ કહેવાના આશય લાગે છે) જૈન જ્યોતિર્ધર આચાર્ય કાલકસૂરિ સાથે ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દીની શરૂઆતમાં સીસ્તાનમાંથી ભારતવર્ષમાં આવ્યા. કાલકાચાર્ય જૈનધર્મની રક્ષાને માટે તેમને અહીં લાવ્યા હતા.”–(પૃ. ૪) “શકલેાકેા ઉજ્જૈનના રાજા ગ`ભીલના વખતમાં જૈનધર્મના જ્યેાતિર્ધર મહાવિભૂતિ આચાર્ય કાલકસૂરિ સાથે ઇ. સ. પૂ.ના બીજા સૈકામાં–સૈકાની શરૂઆતમાં (૧૨૫-૧૫ની વચમાં) ભારતમાં આવ્યા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૪૭ (મારી નોંધ-વેસ્ટર્ન ક્ષત્રપાનું નિવાસસ્થાન કર્યાં હતું અને તે શક હતા કે ક્રમ ઇ. છે. પ્રશ્નની ચર્ચામાં ઉતરવાનું નથી પરંતુ તેમના સમય પરત્વે જ કેવળ ધ્યાન દારવાનું છે) એટલે કે કાલિકસૂરિ, ગ ભીલ રાજા ઉજૈનપતિ, અને પશ્ચિમ શકક્ષત્રપનું આવવું; તે ત્રણેના સમય ઇ. સ. પૂ. ૧૨૦ આસપાસ તેઓ ઠરાવે છે. (પૃ. ૨૦). ‘ઈ. સ. પૂ. ૧૨૩ની આસપાસ ભારતવર્ષમાં ઉજ્જૈનમાં ગઈભીલ રાજા ગાદીનશીન હતા”– (મારી નાંધ-આ ગભીલના પુત્ર પ્રખ્યાત શારિ વિક્રમાદિત્યના સમય ઈ. સ. પૂ. ૫૭માં સુવિદિત છેઃ તેમજ ગભીલેચ્છેદક કાલિકસૂરિના સમય પશુ જૈન સાહિત્યાનુસાર મ. . ૪૫૩= ઈ. સ. પૂ. ૭૪ જણાયેલ છે). ( પૃ. ૨૪ ) શકલેાકેાના પ્રવાસ વિશે જણાવે છે કે “સિંધમાં પેાતાને અડ્ડો અને રહેઠાણુ સ્થાયી બનાવીને તે લેાકા પશ્ચિમ (પૂર્વ લખવું જોઇએ) તરફ ચાલ્યા. કચ્છમાં થઇને તેઓ સારાષ્ટ્રમાં આવ્યા. આ કૂચ તેઓએ એકજ વર્ષમાં ખતમ કરી હતી. એમ કાળકાચાર્ય કથાનકથી સ્પષ્ટ થાય છે. આ સમય ઈ. સ. પૂ. ૧૧૦-૧૦૫ દરમ્યાનના ગણી શકાય”— (પૃ. ૩૧) આચાર્ય કાલિકસૂરિના નેતૃત્વ નીચે શકલેા ઉજૈનની ગાદીએ આવ્યા અને ચારેક વર્ષ પછી ગાદી ખાઈ. તે પછી રૂદ્રદામાએ લીધી, એટલે ચઋણુ કચ્છ કાઠીયાવાડમાં તે બહુ લાંખે વખત રાજા તરીકે રહ્યો. ” ( મારી નાંધ એટલે ઉપરની . સ. પૂ. ૧૧૫ની સાલ કાલિકસૂરિની લેતાં ૧૧૦માં રૂદ્ર દામાના સમય આવ્યે। અને તેના પિતામહ ચટણના સમય તે ગણત્રીએ તે પૂર્વે ક્રમમાં કમ ૨૫ વર્ષે =6. સ. પૂ. ૧૭પમાં આવે છતાં) તેના આગળના જ વાકયે લખે છે કે “ લગભગ ઈ. સ. ૮૦ થી ૧૧૦ સુધીના મનાય છે”(પૃ. ૩૫) ઉપર જણાવે છે કે “ ૬ દામાએ ઇ. સ. ૧૩૦ થી ૧૫૦ એટલે કુલ વીસ વરસ રાજ્ય કર્યું હતું” આ બધા સમયનેએટલે ઈ. સ. ની સાથે ઈ. સ. પૂ. ને તેમજ તેમની આંક સંખ્યાના મેળ શી રીતે સાધી બતાવાશે ? " (૪) (પૃ. ૨૮) કેટલાક વિદ્યાના ભ્રમક અને ઝામેાતિક બન્ને એક જ છે એમ માને છે અને દલીલ રજી કરે છે ક્રે, ઝામેાતિક એ શક શબ્દ છે અને તેમાં ‘ઝામ’ ના અર્થ ‘ભૂમિ’ એવા થાય છે. એટલે ઝામા www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy