SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સમયે દાન અને કૌસીલ વહીવટ ૨૩૦ ] તેમજ તે વખતના હિંદુમાનસની વૃત્તિ ઉપર તથા રીત રિવાજ ઉપર પણ કેટલાક પ્રકાશ પડતા દેખાય છે. તેના ચારિત્ર્યને અંગે કે, તે પોતે અંતિમ અવસ્થાએ સંસારની અન્ય જંજાળામાં મન પરાવવા કરતાં, પરલાકમાં સુખ મેળવવાની ઇચ્છાએ તથા સ્વાત્માના કલ્યાણાર્થે ધર્મપ્રત્યે વિશેષ વલણુ બતાવતા દેખાય છે. આમાં ચોખ્ખી ઇચ્છા તે ન જ કહેવાય; કેમકે તેતા સકામ નિર્જરાનું અંગ બની જાય છે; અને તેમ થાય તેા શુભકાર્યની ફળનિષ્પત્તિ માટે પોતે જ હૃદ આંધી દીધી ગણાય. જ્યારે કુદરતી નિયમ તે એ ગણુાય અને તે જ યથાર્થ છે કે, કાષ્ટ પણ કાળે કરેલું કાર્ય શુભ યા અશુભ, અફળ જતું જ નથી અને તેનું મૂળ—તેનું પ્રમાણ—અકલ્પનીય છે. જ્યારે અકલ્પનીય છે ત્યારે તેની પરિમિતતા-પરિણામની હદ તા-ન જ બાંધી શકાય. એટલે કે કુદરતી રીતિએ તેની હૃદ જ નથી. પરન્તુ આપણે મનુષ્યપ્રાણી શંકાશીલ બનીને અથવા ટૂંક દષ્ટિથી અધિરા બની જઈને તેની હ્રદ આંધી દઇએ છીએ, જેથી બન્નેમાં અરસપરસ વિરોધક સ્થિતિ ઉપજે છે. વળી સ્વાભાવિક એ છે કે, દેનારની ઇચ્છા વિશેષ આપવાની હાય છતાં લેનારને ઓછું જોઇતું હાય, તા દેનાર તેટલેથી જ અટકી જાય છે. અને હૃદ કરતાં વિશેષ લેવાની ઇચ્છા જો લેનાર ધરાવે તા, તે તા તેને મળવાનું જ નથી. પરિણામે લેનારને હમેશાં ઓછું જ મળે છે. મતલખ એ થઇ r Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ કે મનુષ્ય। ઈચ્છા બતાવ્યા કરતાં કુદરત ઉપર ફળનું પરિણામ છેાડી દે, તેા તેમને વિશેષ લાભ મળે છે. એટલે રાજા અરિષ્ટકર્ણે જે શુભકાર્યો કરી બતાવ્યાં છે તેમાં અધિક સુખ મેળવવાની ભાવનાના અભાવ લેખવા રહે છે. વળી તે નિષ્કામ વૃત્તિવાળા હાવાનું જાણીતું છે. એટલે પણ સંભવિત છે કે, તેણે જે ધાર્મિક સ્થાને કે અન્ય રીતે દાન દીધાં છે તે કેવળ ઉદાસીન ભાવે. ફળના પરિણામની ઇચ્છા રાખ્યા વિના જઆપ્યાં છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે તેના ચારિત્ર્ય વિશેની તથા હિંદુમાનસ કેવું હાય છે તેની માહિતી મળે છે. તેમજ હિન્દુ રીતિ, નીતિ અને વ્યવહાર કેવાં હાય છે તેને પણ પૂરાવા મળે છે. વળી વર્તમાનકાળે કેળવણી લીધેલા કેટલાય વિદ્યાતા આવી દાન દેવાની પ્રયાને વહેમ, અંધશ્રદ્ધા કે દ્રવ્યને વ્યર્થ વ્યય કર્યાનું, તથા તેને આધુનિકકાળે જ પ્રવેશેલી ગયાનું જણાવે છે, તે પણુ એકદમ ક્રાને આસ્તિક નાસ્તિકને ઇલ્કાબ આપવા કરતાં, પોતે જ આવા શિલાલેખી પૂરાવાથી વધારે વિચાર કરતા થશે. કૌસીલના વહીવટ નીમ્યા સંબંધી અમારા વિચારે તે શિલાલેખનું હાર્દ સમજાવતાં જ પંચમ પરિચ્છેદે જણાવ્યા છે. એટલે વિશેષ લખવા જેવું રહેતું નથી. અહીં આગળ તેનું વર્ણન પણ પૂરું થાય છે. કેટલીક હકીકત જે નં. ૧૮ની સાથે સંકલિતપણે જણાવવા જેવી છે તે નં. ૧૮માં જણાવીશું. www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy