SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ષષમ પરિચ્છેદ –રાણ પણ ઈતિહાસના અમરપાટ સમા શિલાલેખે કોતરાવે છે. પ્રાચીન ભારતવર્ષ બળ, શીલ, વૈભવને વિદ્યાકળાથી ગુંજતે હતે. સમમ પરિછેદ –રાણી નાગનિકા લગ્નગ્રંથીથી જોડાય છે. રાજકુમાર સગીર ઉંમરને હોવાથી રાણી રાજ્યકારોબાર જાતે સંભાળે છે. પિતાને નહિ, પણ નંદના કુમારને ગાદી મળી તેથી શ્રીમુખ દક્ષિણ તરફ પિતાના બળ સાથે ચાલ્યા જાય છે ને ત્યાં રાજ્યસત્તા સ્થાપે છે. અષ્ટમ પરિચછેદ –બિલાડીના મુખ જેવા આકારનો આગળ હતો. અકસમાતે પડી જવાથી રાજકુમાર સ્તનપાન કરતાં જ ઘવાય છે ને તેથી તેને કરૂણ અંત આવે છે. આથી નિર્દોષ બિલાડીઓનું આવી બને છે. પરદેશ સાથેના સંબંધે તે ચાલુજ હતા ને કેઈ કાળના પ્રવાસીઓએ ભારતના પ્રાણ અને શક્તિનાં મુક્તકંઠે ગુણગાન કર્યા છે. કુમારી સંઘમિત્રા ધર્મપ્રચારાર્થે વહાણુમાં બેસી પરદેશ ગઈ હતી. નવમ પરિચછેદ –રાજ પ્રિયદશિને પિતાનાં સગાંવહાલાં જે સ્થળે મરણ પામેલાં, તે સ્થળનું સ્મરણ રાખવા ત્યાં નાના ખડકલેખે ઉભા કરાવેલા. તિવલકુમાર બદમાશોના કાવત્રાને ભેગ બની માર્યો જાય છે. રાજા શાતકરણિ પતંજલિ મહાશયને માન આપી મિત્ર બનાવી મહંદુસ્થાને સ્થાપે છે. દશમ પરિરછેદ –રાજા અગ્નિમિત્ર અને માલવિકાનાં લગ્ન, ઈતિહાસના એક મહત્વના બનાવના સ્મરણમાં હાઈ ચિરંજીવ છે. નહપાણના જમાઈ રૂષભદત્ત નાશિકનાં તીર્થસ્થાને જીતી લઈ ત્યાં સુધી દવજ ફરકાવે. વિક્રમાદિત્યના પરાક્રમથી યવનસેના હારી ને દેશ તેમના ત્રાસથી મુક્ત બન્યા. એકાદશમ પરિછેદ-રાજા શાલીવાહન પરાક્રમી હતું, તે પણ તેને સાહિત્ય પ્રેમ એટલેજ તીવ્ર હતું. તે લંકા જીતી લઈને ત્યાંની રાજકુમારી પર હતે.શાલીવાહન ધર્મપ્રેમી પણ તેવો જ હતો. તેણે પાલીતાણામાં પુષ્કળ દેવદેવાલય બંધાવી ધર્મધ્વજ રોપેલે. દ્વાદશમ પરિચ્છેદ –ઇતિહાસનાં સ્મરણચિન્હ સમી પગલીઓને નવ યુવાન યુવતી અંજલિ અર્પે છે. ને ઉગતા કાળ તરફ ફાળે ભરતે યુવાન ચાલી નીકળે છે. ત્રયોદશમ પરિછેદ ––àચ્છના ત્રાસથી બચાવનાર મહાપુરુષને જન્મ એક વિચક્ષણ બનાવનું કારણ બની જાય છે. ગંગાજળમાં સ્નાન કરતી એક સુંદર બાળા સાથે નાગકુમાર મુગ્ધ બને છે ને કુંવરનો જન્મ થાય છે. તે મહાપુરુષ ધર્મને તેમજ દેશનો ઉદ્ધાર કરી ઈતિહાસમાં અમર થાય છે. રાજા હાલ, માટીનાં રમકડાંથી સૈન્ય રચના કરતા ને તે રમકડાં જીવતાં સ્વરૂપ ધારણ કરતાં દુશ્મનોનાં કાળ બની જતાં. ચતુર્દશમ પરિછેદ --મહારાજ્યની પડતી વખતે અધેર ભયાનક હોય છે. નાનાં નાનાં રાજ ઉત્પન્ન થાય છે. બળવા થઈ નાનાં સ્વતંત્ર સંસ્થાનો જામી જાય છે. ને પિતાપિતાના નાના નાના કટકાઓમાં સંતેષ લઈને એક બીજા સાથે સમજુતિ રાખી સ્વતંત્ર રાજય વ્યવહાર ચલાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy