________________
પ્રકાશકોનું નિવેદન
દરેક વખતની પેઠે સવાવર્ષને બદલે આ વખતે અઢી વર્ષ પુસ્તક બહાર પડે છે. તેનું કારણ અમારી આળસ નથી, પરંતુ વચ્ચે અંગ્રેજી શ્રેણિના ત્રણ પુસ્તક પ્રકટ કરવાં પડયાં હતાં. ગુજરાતી શ્રેણિનું આ પુસ્તક અણધાર્યું નીવડયું છે. તેથી તે સેંધાયેલા ગ્રાહકેને માત્ર બંધામણી ખર્ચ લઈને ભેટ તરીકે આપ્યું છે.
અત્ર ગુજરાતી શ્રેણી સંપૂર્ણ થાય છે. એટલે અગાઉથી થનાર ગ્રાહકને જે સગવડતા અપાતી હતી તે હવે પાછી ખેંચી લેવામાં આવે છે. જેથી પાંચે પુસ્તકની છૂટક કિંમત રૂ. ૩૦) છે તે આખો સેટ ખરીદનારને ૨૦% કમિશનથી એટલે રૂા. ૨૪)માં અપાશે. છતાં કચચાટ ન ઉત્પન્ન થાય માટે આવતા છ માસ સુધી-એટલે તા. ૧-૭-૪૧ સુધીઆખો સટ ખરીદનારને રૂા. ૨૨ામાં આપવાનું ચાલુ રાખીશું.
લડાઈને અંગે જેમ અનેક ચીજોના ભાવ વધી ગયા છે તેમ પ્રકાશન અંગે પણ સ્થિતિ થઈ ગઈ છે. અમારે કેટલેક બેજો ઉપાડો પડયો છે પરંતુ વિદ્યાપ્રચારના મૂળ આશયની સરખામણીમાં તેને અ૫ ગણીએ છીએ.
પિતાના દેશના ઉદ્ધાર માટે તેને ખરે ઈતિહાસ જાણવાની અતી ઉપયોગિતા તે સર્વ કેાઈ સ્વીકારે છે જ. પરંતુ મોટે ભાગ એમ માને છે કે, અતિ પ્રાચીન ઇતિહાસના જ્ઞાન કરતાં, તાત્કાલિક પૂર્વના કે બહુત બસો ચારસો વર્ષ પૂર્વનાની ખાસ જરૂર ગણાય; એટલા માટે કે બન્ને સમયની તુલના કરી, તેમાંથી અગત્યનો સાર તારવી શકાય. જ્યારે ડાક ભાગનું–જેમાં અમે પણ સંમત છીએ—એવું માનવું છે કે, નજીકના કરતાં વિશેષ પ્રાચીન સમયને ઈતિહાસ જાણવાથી જ ફાયદો લઈ શકાય; કેમકે જેમ સરખામણીને સમય નજીક, તેમ બન્ને વચ્ચેના મુદ્દાઓ અતિ સૂક્ષમ રહે, એટલે જેમ તારવણી કરવામાં મુશ્કેલી તેમ તેને ઉપાય શોધવામાં પણ કઠિણતા; અને વિશેષ ઉપયોગી તત્વ જે ફળપરિણામ, તેની તે સંભાવના પણ ઓછી જ. આ સર્વ વિદ્મનાં નિવારણ માટે, સરખામણી કરવા ધારેલ બે સમયના ઇતિહાસ માટે વિશેષ અંતર જવું રહે. જેમ અંતર વિશેષ તેમ પરિણામ વધારે ફળદાયી નિવડવા વક્કી રહે. એટલે જ જે પ્રાચીનતમ સમયને પ્રમાણભૂત ઇતિહાસ મેળવી શકાય તેમ છે તેને અમે પસંદ કર્યો છે. - આપણુ દેશના ખાસ અભ્યાસીઓ તે, બીજા વિષયના પ્રમાણમાં આમે ઓછા છે જ. તેમાંયે જે સમય અમે હાથ ધર્યો છે તે માટેના તે ઘણાએ ઓછા જ. આ કારણથી બહારના વિદ્વાનના ચરણે અમારું મંતવ્ય ધરવા, વિશેષ-પ્રબળ ઈચ્છા થઈ આવેલી. તે માટે ઉતાવળ કરી અંગ્રેજી શ્રેણિનું કામ હાથ ધર્યું. દેવગે લડાઈ ફાટી નીકળી અને અમારા તે પ્રકારના પ્રચાર કાર્યમાં વિધ્ર ઉભાં થયાં; કેમકે સરકારે પરદેશ જતાં આવતાં સર્વ સાધને ઉપર અંકુશ મૂકી દીધાં છે. એટલે હાલ તે તે કામ ત્યાંથી જ અટકયું છે. પરંતુ હિમત છે કે, તે બાજુને માર્ગ ઉઘાડો થતાં જ, અટકી પડેલું કાર્ય આગળ ધપાવીશું અને પરમાત્માની કૃપા હશે તે મનધાર્યું પરિણામ મેળવીશું.
વિશેષ કાંઈ કહેવાપણું રહેતું નથી. જે જે ગ્રંથને, સાધનને ઈ. ઈ.ને કિંચિત યા મોટા પ્રમાણમાં આ પ્રકાશન પર ઉપયોગ કરા હોય તે સર્વને એ આભાર માનીએ છીએ. એજ વિનંતિ
- સેવકો વડોદરા : રાવપુરા
શશિકાન્ત એન્ડ કુ. ના ૧૭: વસંત પંચમી
યથાઘટિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com