SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ] તા, કાળગણનામાં પણ જબરા પલટા થયાનું જ માની લેવું પડશે. કારણકે અત્યારસુધી પૂર્ણિમાંત મહિના ગણવાની રૂઢી પ્રચલિત હતી. તેને બદલે ચંદ્રની ગતિ ઉપર મહિનાને ક્રમ નિયત કરવાનું ઠરવાથી, અમાસાંત મહિના ગણવાની શરૂઆત પણ આ સમયથીજ દાખલ થઈ ગણાય.૩૭ આના પુરાવામાં આપણે જોઈ શકીએ છીએ કે વિક્રમ સંવત્સરના નિર્દેષકરવામાં,પ્રત્યેકમહિના અમાવાસ્યાના દિવસે પુરા કરી, શુકલપક્ષના પ્રતિપદાને નૂતન માસના પ્રારંભિક દિવસ તરીકે લેખવામાં આવે છે.૭૪ જ્યારે તેની પૂર્વે–દષ્ટાંત તરીકે મહાવીર સંવતની ગણનામાં–પૂર્ણિમાના દિવસને માસાંત લેખી, કૃષ્ણ પ્રતિપદાનેજ નવીન માસને! પ્રારંભિક દીન ગણવામાં આવતા હતા. જોકે વિક્રમના સમયબાદ કાતરાયલા કેટલાક શિલાલેખમાં, ઋતુ અનુસાર પણ કાળગણના કરાઈ હાય એમ નજરે પડે છે. આ બાબત મહત્ત્વની છે; જેથી તે વિષયમાં ક્રાંક લખવાની ઈચ્છા પણ થાય છે; પરંતુ તે વિષય આપણી મર્યાદાની બહારના હાઇ લાચારીથી છેાડી દેવા પડે છે. બાકી કેટલાક પ્રસંગે જ્યાં સમયને નિણૅય કરવામાં કાઈ પ્રકારે વેધશાળાની માહિતી (૩૩) ૪. ક. પૃ. ૩૧ માં જણાવાયું છે કે—In We• stern India, Kartika beginning Thursday Sept 18th. B. C. 57.: In Northern India, Purnima nta begins with full-moon Chaitra, making epoch Sunday February 23 rd. B. C. 57 or Ka liyuga 3044 expired=પશ્ચિમ હિંદમાં (વની રાત) ક્રાર્તિક માસમાં ઇ. સ. પૂ. ૫૭ ના સપ્ટેમ્બરની ૧૮ તારીખ ને ગુરૂવારથી થઇ છે. અને ઉત્તર હિંદમાં ચૈત્ર પૂર્ણિમાંતના દિનથી એટલે ઈ. સ. પૂ. ૫૭ના ફેબ્રુઆરી ૨૩ ને રવિવારથી અથવા કલિયુગ ૩૦૪૪ વર્ષ સ’પૂર્ણ થયા બાદ ગણવામાં આવે છે. (વળી તુએ ભા. પ્રા. રાજ, પુ. ૨ પૃ. ૩૯૦ તથા આ પુસ્તકમાં આગળ ઉપર જીએ) એટલે કે ઉત્તર હિંદમાં સંવતને પ્રારંભ છ માસ અગાઉથી થયા છે અને પશ્ચિમ હિંદમાં પાછળથી થયા છે. આ હકીકત સાબિત કરે છે કે, વિક્રમાદિત્યનું રાજ્ય પશ્ચિમ હિંદમાં લખાયેલું હતું પણ તેની સત્તા ઉત્તરહિંદમાં એટલે યુક્તપ્રાંતા, પંજાબ કે કાશ્મિરમાં ફેલાઇ નહેાતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૮ સંશય ઉભા થાય છે, ત્યાં કાળગણના તે સમયે ક્રેથી ચાલતી હતી તેના પત્તા લગાવી, તે આધારે તેને સમય કાંઇક ચાક્કસ કરી શકાય છે. અને તેમ થવાથી કેટલાયે વિવાદગ્રસ્ત ઐતિહાસિક મુદ્દાઓને ઉકેલ આવી જાય છે. એટલે આ વિષયનું ખાસ જ્ઞાન ધરાવનારાએ, સ્વતંત્ર રીતે અને સંપૂર્ણતાથી આ આખાયે પ્રશ્ન વિચારપૂક ઋણી લેવાની આવશ્યકતા છેજ. જેમ સર્વ ખાતામાં પ્રગતિ થતી દેખાઇ છે, તેમ આ શાખા પણ બાકી તા નહીંજ રહી હાય એમ રાહુ અનુમાન કરી શકાય છે. તેના સિક્કાઓ આશ્રર્ય જેવું તે એ છે કે આ વિક્રમાદિત્યનું રાજ્યતા સાઠ સાઠ વર્ષ જેટલા દીર્ઘકાળ સુધી જોકે ચાલ્યું છે; પરંતુ તેનાથી કયાંય અલ્પસમયી અને કેટલાય અંશે ઉણા એવા રાજાએ ના સિક્કાઓ જ્યારે ઘણી સંખ્યામાં પાયલા મળી આવે છે, ત્યારે આવા તેજસ્વી અને કીર્તિશાળા રાજાના એક પણ સિક્કો હજી સુધી મળી આવ્યાનું સંભળાયુંજ નથી. વળી તેની પૂર્વના (એટલે ઇ. સ. પૂ. (૩૪) પૂર્ણિમાંત=પૂર્ણિમાના દિવસ જેને અંતે છે તેવે; એટલે કે પૂર્ણિમાના બીજે દિવસે=કૃષ્ણપક્ષની એક્રમથી જે નવા માસ ગણવામાં આવે તે પદ્ધતિની ગણનાને પૂર્ણિમાંત માસ કહેવાય; તેનાથી ઉલટી પદ્ધતિ એટલે જેમાં અમાસને છેલ્લા દિવસ ગણી, શુલ પ્રથમાથી નવા માસ ગણાય તેને અમાસાંત મહિનાની પદ્ધતિ કહેવાય. વધારે સ્પષ્ટ કરીએ તા.— અમાસાંત આશ્વિન વદ ૧ આશ્વિન વદ -)) કાર્તિક સુદ ૧ ક્રાર્તિક સુદ ૧૫ કાર્તિક વદે મતલખ કે બન્નેમાં સુને! માસ એક જ હોય છે પણ વદમાં તે પૂર્ણિમાંતમાં જે હોય તેની પુર્વાના મહિના અમાસાંતમાં હાય. પૂર્ણિમાંત કાર્તિક વદ ૧ કાર્તિક વદ ૦)) કાર્તિક સુદ ૧ કાર્તિક સુદ ૧૫ માશી` વદ ૧ આ વિષય આગળ ઉપર સમયગણનાના ખંડમાં ચવામાં આવશે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy