________________
'
. ::
s
5
.
.
H
.
|
Tહજ
તૃતીય પરિચ્છેદ
ગદંભીલ વશ (ચાલુ) ટૂંકસાર –રાજા શંકુનું જીવનવૃત્તાંત તથા તેનું મરણ નીપજેલું કે ખૂન થયેલું તે સંબધીની કરેલી ચર્ચા–
વીરવિકમ, શકારિ વિક્રમાદિત્યનાં વિવિધ નામોની લીધેલ તપાસ–તેને જન્મ, કુટુંબ તથા આયુષ્ય ઉપર પાડેલ પ્રકાશ-વિક્રમ સંવત્સરની સ્થાપનાનાં બતાવેલ કારણવિદ્વાનોએ તે માટે કપેલ વિવિધ અનુમાને–તેના પાટનગર વિશે આપેલી કાંઈક સમજૂતિ તેણે વેધશાળાની કરેલ સ્થાપના તથા પડાવેલ સિક્કા સંબંધીની આપેલી માહિતી-ઐતિહાસિક પુરાવાહ તેના રાજ્ય વિસ્તારની બતાવેલી સીમા–તેના ધર્મ સંબંધી કરેલ વિવાદ-વિકમ સંવત્સરનો વપરાશ કેટલેક સમય જે બંધ પડ્યો છે તેનાં કારણે સહિત બતાવેલી સમજ-છેવટમાં તેના રાજદ્વારી તથા નૈતિક ચારિત્ર્યની કરેલી સમાલોચના તથા તેની સાથે કેટલાક સમય સુધી રાજવહિવટ ચલાવેલ તેના બંધુ અને રાજા ભર્તુહરીનું સંક્ષિપ્ત જીવન
(૩) માધવાદિત્ય (૪) ધર્માદિત્ય અને (૫) વિકમચરિત્ર ઉફે માધવસેન–તે ત્રણેનાં જીવનમાંથી મળી આવતા, મોઘમ પાંચેક બનાવેની કરેલી ચર્ચા અને પરિણામે તે દરેકનું સ્થાન, કેના સમયે હોઈ શકે તેને કરી આપેલ નિર્ણય-નં. ૫ વાળા વિક્રમ ચરિત્રને આપેલ રાજ્ય વિસ્તાર–
(૬ થી ૧૦ ) સુધીના પાંચ રાજાઓના સમયે પ્રવર્તી રહેલ રાજ્યની સ્થિતિને આપેલ ચિતાર તથા ગર્દભીલવંશનું છેવટ કેમ અને કોના હાથે આવ્યું તેને આપેલ સંક્ષિપ્ત હેવાલ-છેવટે કુશનવંશના પ્રારંભની કેટલીક નવીન હકીકત વિશેની આપેલી ટૂંકી સમીક્ષા–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com