________________
હારતવર્ષ ]
પરિશિષ્ટ આ બે દશ્ય કોઈ કાતરકામમાંથી ઉતારેલ કે ક્યાંકથી ઉપજાવી કાઢેલ નમુના નથી, પરંતુ જેનધર્મના ૨૩ મા તીર્થંકર ગણાતા શ્રી પાર્શ્વનાથની પ્રતિમાઓ જ છે. પ્રતિમારૂપે છે એટલે તેની ઓળખ માટે બીજી કોઈ દલીલોની જરૂર જ રહેતી નથી. તે બન્નેને અત્રે આકૃતિ નં. ૩૬ અને ૩૭ તરીકે રજુ કરી છે તથા તેનું પ્રાપ્તિસ્થાન પણ, રાજ ખારવેલના મહાવિજયપ્રાસાદવાળું અમરાવતી-અથવા બેનાતટનગરજ છે. એટલે હવે નિર્વિવાદિતપણે કબૂલ કરવું રહે છે કે અમરાવતી સ્તૂપ જૈનને જ છે.
જેમ ઉપર પુરવાર કરી ગયા છીએ કે આવાં દશ્ય અને ચિત્રો બૈઠમતનાં નથી તેમ તે ચિત્રોને, દોને અથવા કોતરકામને, વૈદિક ધર્મ સાથે પણ સંબંધ હોવાનું સંભવિત નથી; આ બાબતમાં એક અઠંગ અભ્યાસી અને વિદ્વાનનું મત એમ છે કે “There is no trace of images in the Vedas or in the laws of Manu or any of the older books of the Hindus=વેદશાસ્ત્રોમાં કે મનભગવાનની કાયદાપથીમાં અથવા તે હિંદુઓના કોઈ પણ પૈરાણિક ગ્રન્થમાં મૂર્તિ પ્રતિમાની કાંઇ નિશાની (ઉલેખ) જ મળતી નથી.” તાત્પર્ય કે વૈદિક મતમાં મૂર્તિઓની સ્થાપના કરવાનું પ્રાચીન કાળે હતું જ નહીં. ત્યારે તે વૈદિક મતવાળાઓ જે હવે મૂર્તિને પૂજતા થયા છે તે પણ પુરાણે રચાયા પછી જ; એટલે ઈ. સ.ની ચોથી સદી બાદ જ થયા હશે એમ માનવું રહે છે. અને તેમજ હેય તે સહેજે સિદ્ધ થઈ જાય છે કે જગન્નાથજીની મૂર્તિઓ પણ વૈદિક ધર્મને લગતી નહીં હોવી જોઈએ જે હકીકત આપણે ઉપરના પરિચ્છેદે લખાણ વિવેચનથી સમજાવી ગયા છીએ.
અત્ર રજુ કરવામાં આવેલ આઠે નમુનાથી હવે નિશ્ચિત થઈ ગયું કહેવાશે કે, અત્યાર સુધી જે વસ્તુઓ અમુક ચિન્હોને લીધે બાહોની વિદ્વાનોએ માની છે તેમાં હવે સુધારો કરવાની અનિવાર્ય જરૂર છે. જેમ બાહધર્મની મનાઈ રહેલી બાબતમાં ચેતવણીને અવાજ ઉઠાવવાની આ પ્રમાણે જરૂરિયાત પીછાનવામાં આવી છે, તેમ વૈદિક તીર્થધામ જેવા વિશ્વવિખ્યાત જગન્નાથપુરીની ત્રિમૂર્તિ સંબંધમાં, હાથીગુફાના લેખ ઉપરથી થયેલ ઉકેલને લીધે તેમજ ઉપર ટાંકેલા નિષ્ણાત વિધાનના અભિપ્રાય પછી, વૈદિક મતને લગતી મનાતી મૂર્તિઓ પરત્વે ૫ણુ, ચેતવણીથી કામ લેવાની આવશ્યક્તા હવે દેખાવા લાગી ગણાશે.
(૧૨) આ. સ. પી. ઈ. પૃ. ૧૫ માં અમરાવતી સ્તૂપનું વર્ણન જુઓ. પુ. ૧, પૃ. ૧૫ર થી આગળ જુઓ આ પુસ્તકે ૫. ૩૧૮-૧૯ જુઓ.
(૧૩) જુએ હિ. ઈ. ઈ. આ, ૫, ૧ ૫, ૧૨૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com