________________
તૃતીય પઢિ ]
મેધવાહન, જેને આપણે ચેક્વિંશ સ્થાપક તરીકે ઓળખાવ્યા છે, તેની સાથે જોડવાને મગરૂરી બતાવેલી છે. પરંતુ તે મહામેધવાહન રાજાથી વંશની આદિ થયેલી ગણાવાય તે। વચ્ચે તેમની ગાદી ઉપર અન્ય કુળદીપકે આવ્યા છે (કેમકે જામાતૃના વંશમાં ગાદી ગઇ છે, તેઓ અન્યકુળ કહેવાય; તેમ ખીજી રીતે ગાદી તેા ચાલુજ રહી છે તેથી ગાદીપતિ તરીકે તેમને ચેદિઓનેા પિત તા ગણવા જ રહે છે) અને તે બાદ પાછા તે જ મહામેધવાહનના કુળદીપકેા આવ્યા છે. આ પ્રમાણે તેના ત્રીજો યુગ થયે। કહેવાય. વળી તે યુગમાં તે થયા છે એમ સ્પષ્ટ કરવાને તેણે વિશિષ્ટતા સૂચક ‘પુરૂષ યુગ' શબ્દ વાપર્યો છે. પરંતુ જેમ વિદ્વાને મનાવતા આવ્યા છે તેમ, તેના વંશના ત્રીજા પુરૂષ તરીકે જ (ઉપર ખતાવેલો ચારમાંની છેલ્લી રીત પ્રમાણે જ) પાતે હતા એવું બતાવવાને ને તેને આશય હાત તે પુરૂષષ્ણુને સ્થાને માત્ર પુરુષ શબ્દ જ વાપરત. વળી તેને ત્રીજા પુરૂષયુગમાં થયેલ તરીકે જો લેખીએ તા. પુ. ૧. પૃ. ૧૭૩ માં નિર્દિષ્ટ કરા ચેલ નામાવળી પ્રમાણે તેનેા આંક છઠ્ઠો આવ્યો ગણાશે અને જે એક વિદ્વાને૪૩ ખારવેલના નંબર આશરે છઠ્ઠો ગણાવ્યા છે તે પણ બંધખેસતી થતી જણાશે. આ પ્રમાણે સમજાવેલ નિવેદનથી સાબિત થાય છે કે, ખારવેલે પેાતાને ત્રીજા રાજા તરીકે નહિ, પણ ત્રીજા યુગમાં–વિભાગમાં–થયેલા પેાતાને જાહેર કરેલ છે તથા લંકાધિપતિ રાજા અભયના રાજ્યાભિષેક પછીના ત્રીજા વર્ષે પાતે ગાદીપતિ થયા છે અને તેની પેઠેજ દિવસે દિવસે વર્ધમાન થતાં રાજ્યને સ્વામી ખના ગયા છે એમ પણ સાથે સાથે જણાવી દીધું છે.
અનુવાદની સમજાતિ
(૩) ત્રીજી પક્તમાં ‘પુરૂષયુગ’ શબ્દ લખાયા છે તેની સમજૂતિ ઉપરમાં અપાઈ ગઈ છે, એટલે હવે વિશેષ વિવેચનની અપેક્ષા રહેતી નથી.
(૪) ખીજા વર્ષે—સાતાંણિ (ઉપર) મેટી સેના માકલી છે; અને કન્હવૅના (કૃષ્ણ વેણા નદી) ઉપર
(૪૩) જી દામા ખડે પ્રથમ પરિચ્છેદે પૂ. ૨૪૨ નું વધ્યુંન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૮૩
મૂસિક નગરને બહુ ત્રાસ આપ્યા છે.
(અ) સાતણિ ઉપર–આમાં પેાતાનું ખીજાં વર્ષ ગણાવ્યું છે. અને તેના રાજ્યાભિષેક મ. સં. ૯૮=ઇ. સ. પૂ. ૪૨૯માં થયેા છે તે હિસાબે આ પંક્તિમાં વર્ણવેલા ખનાવને સમય મ. સં. ૧૦૦=ઇ. સ. પૂ. ૪૨૭માં થયે ગણવા રહે છે; એટલે તે સાલમાં અંધપતિ શાતકરણી
વંશ અથવા જેને શતવહન વંશ તરીકે પણ એળખાવાય છે તેની સ્થાપના થયાનું અને જેના આદ્ય રાજા તરીકે શ્રીમુખનું નામ લેવાય છે તેનેા રાજ્યારંભ થયાનું ગણવું પડશે. આ વિષયને સ્પર્શ સંક્ષિપ્તમાં પુ. ૧. પૃ. ૧૫૮, તથા ૩૪૨-૪૪માં કરાયા છે, છતાં વિસ્તૃત અધિકાર શતવાહન વંશના વૃત્તાંતે જણાવવામાં૪૪ આવશે. એટલે અત્ર એટલુંજ જણાવવાનું કે આ રાજા શ્રીમુખ નંદખીજાના પુત્ર હેાઇ, તેના મરણુ ખાદ (. સ. પૂ. ૪૨૮) મગધપતિ થવાના હતા, પણ શૂદ્રાણીના પેટે જન્મેલ હેાવાથી તેનેા હક ઝૂટવાઈ ગયા હતા; તેથી મગધમાંથી મધ્યપ્રાંતને રસ્તે દક્ષિણમાં ઉતર્યા હતા અને વરાડ જીલ્લા કબજે કરી ગાદાવરી અને કૃષ્ણા નદીના પ્રવાહ વચ્ચેના પ્રદેશમાંથી ધસમસી આવીને કલિંગની પશ્ચિમ હદ ઉપર ભય પમાડી રહ્યો હતેાઃ એવા ઈરાદાથી કે ખારવેલ હજી જીવાન છે, તથા તાજેતરના જ (જો કે પોતે પણ તુરતમાંજ છૂટા પડીને સ્વતંત્ર રાજા બન્યા હતેા ) ગાદી ઉપર આવ્યા છે પરંતુ પાતે ઉમરે મેાટા પણ છે તથા જોત જોતામાં (એક વર્ષથી પણ ઓછી અવધિમાં) મેાટા રાજ્ય વિસ્તાર પેાતાની આણુમાં મેળવી શકયો છે એટલે ખારવેલના રાજ્યના સીમાપ્રાંતા ઉપર જો હલ્લા લઈ જવાશે તેા, તેનો ભાર નથી કે તે ખચાવ કરી શકે; આવી આવી ગણત્રીમાં તે આગળ ને આાગળ પેાતાના પ્રદેશની પૂર્વ દિશાએ-અથવા લિંગ પ્રાંતની પશ્ચિમ દિશા તરફ—વધ્યા જતા હતા. તેને આ પ્રમાણે આવતા સાંભળીને, રાજા ખારવેલે પોતે પણ તે શ્રીમુખ સાતકરણીની કશી પરવા કર્યા વિના જ કૃષ્ણુવેણુા નદી
(૪૪) આ બધા વર્ણન માટે પુ. ૧ માં નાનનું વૃત્તાંત જીએ.
www.umaragyanbhandar.com