SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ખારવેલ અને પુષ્યમિત્ર ૫૮ પણ એ તા સુપ્રસિદ્ધ વાત છે કે, અગ્નિમિત્રના પિતાનું નામ પુષ્યમિત્ર હતું. એટલે આ બૃહસ્પતિ તેજ પુષ્યમિત્ર૨ એમ મનાવવા પ્રયત્ન થયા છે. અને ખારવેલે બૃહસ્પતિમિત્રને હરાવ્યા એટલે પુષ્યમિત્રને જ હરાવ્યા છે એમ માની ખારવેલને અને પુષ્યમિત્રને બન્નેને સમકાલીન ઠરાવ્યા છે. [ ટીકા-જો બૃહસ્પતિમિત્ર તેજ. પુષ્યમિત્ર છે એમ ઠરે, તેા વિદ્વાñાની સર્વમાન્યતા સ્વયંસિદ્ધ થઇ જાય છે. પરંતુ પ્રથમ પ્રશ્ન તેા એ છે કે પુષ્યમિત્રને મગધપતિ ઠરાવવાનાં પ્રમાણેા જ કયાં છે ? તે મગધપતિ હોય તે જ ખારવેલ તેના ઉપર હુમલા લઈ જઈ શકે ને?] છતાં જે આ બૃહસ્પતિમિત્ર તે પુષ્યમિત્રનું ખીજું નામ છે એમ કબૂલ રાખીએ તે તેના અથ એ થયા કે રાજા ખારવેલે પુષ્યમિત્રને હરાયેા હતા. આ કથન તેમના પેાતાના જ શબ્દાની વિરૂદ્ધ જાય છે. એટલું જ નહીં ખલ્કે હાસ્યાસ્પદ દેખાઈ જાય છે; કેમકે વિદ્વાનેાની માન્યતા તા એમ છે કે (જુએ ઉપરની દલીલ ચેથી તથા તેના ટીપ્પણ નં. ૮માંની હકીકત) પુષ્યમિત્રે પાટલિપુત્રઉપર–મગધ ઉપર-વારી કરી હતી.૧૭ એટલે કે, ચડાઈ લાવનાર પુષ્યમિત્ર પાતે હતા. એક વખત કહ્યું કે મગધપતિ તરીકે૧૪ તેણે ખારવેલના હાથે હાર ખાધી છે, અને ખીજી વખતે પાછું કહ્યું કે તેણે તે। મગધપતિને હરાભ્યા હતા. આવું બને ખરૂં ? મતલબ કે બધી દલીલે જ ઢંગધડા વિનાની અને હાસ્ય ઉપજાવવા સરખી છે. (૯) ખારવેલે પંક્તિ ૧૨માં જણાવ્યું છે કે, તેણે બૃહસ્પતિમિત્ર મગધપતિને પેાતાના પગે નમાવીને અંગ–મગધાનું ધન તે પેાતાના દેશ–કલિંગમાં લઈ આવ્યે (૧૨) વળી નીચેની દલીલ નં. ૯ જુએ. ત્યાં પણ બૃહસ્પતિમિત્ર તેજ પુષ્યમિત્ર છે એવું નક્કી માનીને જ આગળ ચર્ચા કયે રાખી છે. (સરખાવા ઉપર ટી. નં. ૯) (૧૩) મગધ ઉપર ચડાઇ કરી હતી' આ શબ્દો જ સૂચવે છે કે તે પોતે મગધપતિ નહેાતા જ. ( તુએ કે. હિ. ઈં. ૫. પ૧૮ ) ખરી હકીકત એ છે કે, પાટલિપુત્રમાંથી ગાડી ફેરવીને પ્રિયદર્શિનના વખતથી અવતિમાં વિદિશામાં માદી આવી છે (જીએ પ્રિયદર્શિનનું જીવન વૃત્તાંત) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દશમ ખંડ હતા. હવે જે બૃહસ્પતિમિત્ર એટલે વિદ્વાનેાના મત પ્રમાણે પુમિત્ર થતા હાય તા, ખારવેલને કહેવાનેા અર્થ એ થયેા કે, તેણે અંગ-મગધપતિ પુષ્યમિત્રને હરાવ્યા અને ધન કલિંગમાં લાવ્યેા; વળી તેમણે ખારવેલ અને પુષ્યમિત્ર ખેને સમકાલીન ગણ્યા છે. આ એક સ્થિતિ થઈ. બીજી ખાજુ એમ હકીકત છે કે, પુષ્પમિત્ર પછી અગ્નિમિત્ર ગાદીએ આવ્યા છે. એટલે જે મુલક પુષ્પમિત્રના કબજામાં હેાય, તે અગ્નિમિત્રને વારસામાં મળ્યાજ કહેવાય; તે નિયમાનુસાર પુષ્યમિત્રના અંગ-મગધદેશ અગ્નિમિત્રને ગાદીએ બેસતાં જ વારસામાં મળ્યા હતા. ત્યારે ખીજી બાજુ તેા ઇતિહાસ એમ જણાવે છે કે, રાજા અગ્નિમિત્રે બિરાર (જેને અંગદેશના એક ભાગ કહી શકાય છે) દેશ નવેસરથી જીતીને તેના રાજાની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું હતું. આ પ્રમાણે એક વખત કહ્યું કે અંગને પ્રદેશ અગ્નિમિત્રને તામે જ હતેા, અને બીજી વખતે કહ્યું કે તે ઉપર ચડાઈ લઈ જઈને તેને તે મેળવવા પડયા હતા. આ શું વાસ્તવિક કહેવાય ખરૂં કે ! સાર એ થાય છે કે, પુષ્યમિત્ર તે બૃહસ્પતિમિત્ર નથી જ; તેમ તે અંગપતિયે નથી અને મગધપતિયે નથી જ. વળી આ પ્રમાણે કેવળ એક નામના દ્વીઅર્થ મેળવીને તેમનું ખેડાણ કરી દેવાથી કેવી મુશ્કેલીએ ઉભી થાય છે તે માટે નીચેની દલીલ નં. ૧૦ જુએ, (૧૦) પંડિત જાયસ્વાલજીએ એમ પ્રસિદ્ધ કર્યું છે કે,૧૫ પુષ્ય નક્ષત્રને સ્વામિ બૃહસ્પતિ છે, એટલે ‘પુષ્ય' શબ્દને અર્થ જ ‘બૃહસ્પતિ’ થયા ગણાય; અને પુષ્પની પાછળ મિત્ર જોડવાથી જેમ પુમિત્ર થાય એટલે પુષ્યમિત્ર તથા અગ્નિમિત્રનુ સ્થાન અવંતિમાં જ હતું. (૧૪) જુએ ઉપરની ટીકા નં. ૧૧. એટલે કે પુષ્પ મિત્ર મગપતિ હતા જ નહીં. અરે એમ કહીએ કે તેણે પાટલિપુત્રનુ મ્હાં પણ જોયું નહેતું તે યાજબી કહેવાશે. તેના મરણ બાદ કેટલાંય વર્ષોં પછી, તેના પુત્ર અગ્નિમિત્રે પાટલિપુત્ર ઉપર ચડાઈ લઈ જઈને પાયમાલી કરી મૂકી હતી. (૧૫) જુએ જ. ખી. એ. રી. સા. પુ. ૧૩ ૧. ૨૪૦-૨૫૦ www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy