SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ “પ્રાચીન ભારતવર્ષ” નામના આ પુસ્તકમાં સમસ્ત ભારત દેશના પ્રતિહાસ લખવાના ઈરાદા છે એમ આપણે જાહેર કર્યું છે. વળ વર્ણન આલેખનમાં મુંઝવણ પ્રવેશક ઉર્જા ન થાય તે માટે ભારત દેશના-હિંદના આપણે એ ભાગ પાડયા છે. ઉત્તર હિંદુ અને દક્ષિણું હિંદ. તેમાંથી પ્રથમ આપણે ઉત્તર હિંદના ઇતિહાસ લખવાનું હાથ ધર્યું હતું, કારણ કે તે વિશેષ સુલબ્ધ છે. તેમજ વિશેષપણે પરિચિત પણ છે, ઉપરાંત વિશેષપણે મહત્ત્વપૂર્ણ પણ છે. આ પ્રમાણે ઉત્તર હિંદનું વર્ણન લખતાં, તેના પ્રારંભમાં, અતિ પ્રાચીન સમયની સાથે આ પુસ્તકના સમય વર્ચ્યુનની મર્યાદા ખાંધી, તે એની વચ્ચેને સંબંધ જોડી બતાવવાના સાથી પ્રથમ પ્રયાસ કર્યા છે. તે બાદ એક પછી એક જે રાજવંશેાએ પ્રતાપવંતા અને સાનાના અક્ષરે લખાઈ રહે તેવા મહત્ત્વશીલ રાજ કાર્યભાર ચલાવ્યા હતા તે દરેકને ઇતિહાસ ક્રમાનુક્રમે દારી બતાવ્યેા છે. તેમાં એક મગધ સાત્રાજ્ય અને ખીજી અવંતિ સામ્રાજ્ય-તે ખેની હકીકતેાએ અતિ મોટા ભાગ રોકી લીધા છે; કેમકે તે સ્થિતિને સર્વરીતીએ તે લાયક જ છે. સાથે સાથે જે પરદેશી સત્તાઓએ હિંદ ઉપર ચડી આવી, તેના ઇતિહાસમાં જે કાંઈ કાળેા પૂરાવ્યા છે. તેનું પણ વિસ્મરણ થવા દીધું નથી. અલખત્ત તે જેટલા દરજ્જે પરદેશીપણું જાળવી રાખતા દેખાયા છે, તેટલા દરજ્જે આપણે પણ તેમને દૂરજ રાખ્યા છે. એટલે કે તેવી હકીકતાને માત્ર અંગુલી નિર્દેશ જ કરી ગયા છીએ; જેમ કે ઈરાની શહેનશાહ સાઈરસ અને ડેરિઅસ, બેકટ્રીઅન સરદાર યુથીડીમાસ, આદિએ હિંદુ ઉપર ચડી આવી માત્ર પેાતાને દ્રવ્યલાભ સંતાષાતાં, તેની તરફ પીઠ ફેરવી દૂર્લક્ષ કર્યું હતું, તેજ પ્રમાણે આપણે પણ તેમના નામનેા અત્રતંત્ર છૂટાછવાયા ઉલ્લેખજ કર્યે રાખ્યા છે. જ્યારે તેમના જે વારસદાર। અને સરદારે। હિંદને પોતાનીજ માતૃભૂમિ ગણીને, હિંદમાં જ વસવાટ કરી રહ્યા તેમનાં જીવન ચરિત્ર જેટલાં જેટલાં મળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુશાન વંશ [ નવમ ખંડ તેટલાં તેટલાં યથાશક્તિ વર્ણવી બતાવ્યાં છે. જેમકે, ડિમેટ્રીસ, મિનેન્ડર, ભૂમક, નહપાળુ, મેાઝીઝ, અઝીઝ ઈ. ઈ. સાથે સાથે જે કેટલાંક નાનાં નાનાં હતા શકયાં રાજ્યે ખૂણે ખાંચરે ઉત્તર હિંદમાં રાજ્ય ચલાવી રહ્યાં હતાં તેને પણ ખનતાં સુધી વિસામાં નથી જ-જેવાં કે સૈારાષ્ટ્ર દેશના શાહી રાજાઓ, કાશ્મિ રના જાયાક અને દામેાદર, મગધના દશરથ અને શાલિશુક આદિ, મતલબ કે કાઈ પણ રાજસત્તાને ભૂલ્યા સિવાય સ્વક્તિ અનુસાર, સારાયે ઉત્તર હિંદના રાજકર્તાઓના ઇતિહાસ અત્યાર સુધી આ પુસ્તકમાં દાખલ કરી દીધા છે. એટલે તે પ્રદેશ ખેડીને આપણે હવે દક્ષિણ હિંદ તરફ વળીએ તેા યેાગ્ય ગણાશે નહીં. છતાં તેમ કરતાં પહેલાં, ઇતિહાસમાં મશહુર થયેલી પેલી પ્રજાને-કુશાન વંશને-કાંઈક પરિચય કરાવવા જરૂરી લાગે છે. કારણ કે (૧) તેમને સમય-અથવા તે તેમણે પ્રવર્તાવેલ સંત્સરના સમયવિદ્વાનોએ ઇ. સ. ૭૮તે માન્યા છે. એટલે તેમના મતે આ વંશને લગતી હકીકત આ પુસ્તક માટે ડરાવેલી મર્યાદાની અંદરજ આવી જતી ગણાય. (૨) તેમના શકની આદિ વિશેના વિદ્વાનેાના મતથી જુદા પડીને મારી માન્યતા તેનાથી લંબાવીને જરા આવી લઈ જવી પડે છે, એટલે ઈ. સ. ૧૦૦ ની હ્રદ વટાવી દેવી પડે છે. તે કારણથી સિંદ્ધાંત પ્રમાણે તે તેમને કિંચિત્ સ્પર્શ કર્યા વિનાજ મારે આગળ વવું જોઈ એ; પરંતુ તેમના સમય તે મર્યાદાની (ઈ. સ. ૧૦૦ ની ) બહુજ લગાલગ આવી જતા હેાવાથી તેમજ તેમણે ભાગવેલ સત્તાને લીધે આખા હિંદની સંસ્કૃતિ ઉપર જે ભિન્ન પ્રકારની છાપ પડી ગઈ છે તે ઉપરથી, તેમના વિશે વિસ્તૃતપણે નહીં તા, છેવટે જેટલું આગળ ઉપર અગત્યનું થઈ પડે તેવું હેાય અથવા તેા ઇતિહાસની રચનામાં કારગત થતું લાગતું હાય, તેટલું તે આપણે જાણવું જ રહે છે. (૩) વળી કેટલેક ઠેકાણે એવી માન્યતા પ્રચલિત થતી જણાઈ છે કે, હિંદની આર્ય પ્રજાની ઉત્પત્તિ ણ પ્રજામાંથી (જે રંગે સફેદ હેાવાથી The whites તરીકે પશુ ઓળખાય છે) થઈ છે અને www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy