________________
પરિછેદ ]
સર્વ હકીકત મેં પુ. ૨ માં પૃ. ૧૫૪ થી ૧૬ર સુધીમાં તથા તે જ પુસ્તકમાં પૃ. ૨૧૧ ટી, ન. ૨૬ માં અનેક પુરાવા આપી સાબિત કરી છે.
પં. ચાણકય અને મેગેથેનીઝને સમકાલીનપણે ગણી લેવામાં પુ. ૨ માં પૃ. ૨૧૦ ઉપર મા. સા. ઇ. ના લેખકને જે શંકા ઉઠી છે તેની નોંધ લીધી છે. તે જ પ્રકારની ગૂંચ ઉપરમાં નિર્દિષ્ટ થયેલ “પડકાર ” માસિકમાંના લેખકને પણ થઈ છે, તેમ અનેક વિદ્વાનોને જરૂર થઈ પણ હશે: છતાં તેને ઉકેલ હજુ સુધી કરી હોય એમ મારા વાંચવામાં તે આવ્યું જ નહોતું. તેટલા માટે તે સવાલ હાથ ધરીને, વિસ્તૃતપણે તે વાતને ઘટહેટ પુ. ૨ માં પૃ. ૧૫૪ થી ૧૬ર સુધીમાં જણવો પડે છે, તે બને મહાશયને જે મુશ્કેલીઓ નડી હશે તે અનેકવિધ હશે, પણ પડકારના લેખક મહાશયે જે દર્શાવી છે તેને ટૂંક સાર અત્રે રજૂ કરું છું:
પં. ચાણકયએ વિશ્વવિખ્યાત કૌટિલ્ય અર્થશાસ્ત્ર રચેલ છે અને મેગેસ્થેનીઝ મહાશયે ભારત વર્ણનનું ખંડ (Fragment of India) નામનું પુસ્તક રચેલ છે. હવે જે આ બને લેખકે સમસમયી જ હોય તે તે બનેએ લખેલ પુસ્તકમાં, તે તે સમયની એક જ હકીકતનું અથવા પરિસ્થિતિનું વર્ણન મળતું જ આવવું જોઈએ; પણ તેમ થતું નથી તેવા અનેક મુદી તેમણે તારવી બતાવ્યા છે અને તે ઉપરથી, પિતે શંકા ઉઠાવી છે કે પં. ચાણકયજી અને મેગેથેનીઝ સમકાલીન કેમ ગણાય? તેમનું કથન એમ છે કે (જુઓ તેમના લેખનું પૃ. ૫).
ચંદ્રગુપ્ત મૌર્ય તથા તેને શાસનકાલનું વર્ણન કરતી વેળા આચાર્ય કૌટિલ્યનું નામ સરખું ઉપલબ્ધ ન થવું તે શું આશ્ચર્યકારક નથી ? કૌટિલ્ય અર્થશાસ્ત્રનું સુક્ષ્મ અધ્યયન કરતી વેળાએ પ્રાચીન ભારતની સભ્યતા તથા સંસ્કૃતિના ચિત્રનું જે રૂપ માનવ-મન-પડલ પર અંકિત થાય છે તેનાથી સર્વથા વિરુદ્ધ રાજદૂત મેગેસ્થનીઝના ભારતવર્ણનને વાંચવાથી થાય છે. આમ પિતાનું અનુમાન દોરી તેનાં ઉદાહરણ ટાંકે છે. (૧) કિલ્લાઓ તથા નગરેની નિર્માણ શૈલીમાં મેગેસ્થેનીઝના કહ્યા પ્રમાણે ચંદ્રગુપ્તના (એટલે સેકટિસના) શાસનકાલમાં કિલ્લાઓ, નગરો અને તેના પર કોટાઓ તથા ભવને આદિ લાક ડાના બનાવવામાં આવતાં હતાં..આચાર્ય ચાણ જ્યના કથાનુસાર તેમણે સ્પષ્ટ રૂપકી છટામાં બનાવવાનો નિર્દેશ કર્યો છે. (૨) મેગેથેનીઝના સમયમાં બૌદ્ધધર્મ રાજયધર્મ બળે નહોતે, છતાંય તેણે મહાત્મા બુદ્ધનું નામ અત્યંત સનમાનપૂર્વક લીધું છે (જુઓ ખંડ ૪૩ માં) જયારે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં બૌદ્ધધર્મ તથા તેના અનુયાયીઓનું વર્ણન કર્યાય ઉપલબ્ધ થતું નથી. કેવળ માત્ર ત્રણ જ શબ્દ એવા છે કે જેના આધારે કૌટિલ્યના સમયમાં તુછ–નવી બૌદ્ધસત્તા સ્વીકારી શકાય. તે, પાખંડ, શાયજીવન અને શ્રમણ શબ્દો છે (ૌટિલ્ય અને શાસ્ત્રમાં પાપં શબદ બૌદ્ધ ક્ષપણુકેના માટે પ્રયુક્ત કરવામાં આવ્યા છે. વળી તેમાં બૌદ્ધ ક્ષપણુકાને અત્યંત ઘણાની દૃષ્ટિએ જોયા છે. તેના કથનાનુસાર પાડ અને ચાંડાલે ને સ્મશાનની પાસે વસવું
(૧) આ નિબંધના લેખક શ્રીયુત રતિલાલ કળાધર ભટ્ટ છે. તેમણે અર્થશાસ્ત્રનો બારિક અભ્યાસ કરી જે મુદ્દાઓ તારવી કાઢયા છે (જે ટૂંકમાં આ પરિશિષ્ટમાં ઉતાર્યા છે, તે માટે તેમને અભિવંદુ છું,
તથા તે મુદ્દાઓ અત્રે વાચકવર્ગ માટે હું રજૂ કરી શકો તે અનુકુળતા મને પ્રાપ્ત થવા માટે તેમને ઉપકાર માનું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com