________________
---
-
-
--
--
પરિછેદ ].
ઉત્પત્તિ વિશે
૩૮૦
આ રૂષભદ, તેના સસરા નહપાણના રાયે નાસિકના પ્રદેશ ઉપર જીત મેળવી, છેડે સમય ત્યાં સત્તા ભોગવી હતી અને પિતાની પ્રજાને વસાવી હતી, તેમાંથી આભીર પ્રજાની બીજી શાખા ઊભી થયાનું કહી શકાય. “પરિશિષ્ટ
, માં જણાવ્યા પ્રમાણે તેમાંથી રાજા ઈશ્વરસેન તથા ત્રિકૂટક મહાક્ષત્રપ ઈશ્વરદત્તનો ઉદય થયો કહી શકાય. આ પ્રમાણે દક્ષિણના આભીર અને સૌરાષ્ટ્રના આભીર, ભલે એક જ પ્રજાના અંશે છે, છતાં દક્ષિણવાળી પ્રજાની સાથે એશવાલ, શ્રીમાળ અને પિરવાડ તરીકે પ્રખ્યાત થયેલ પ્રજાને અંશ ભેગે મળેલ ન હેવાથી, તેઓ સૌરાષ્ટ્રના આભીર કરતાં તેટલા અંશે૧૭ નિરાળા પડી જતા કહેવાય.
આટલા વિવેચનથી સમજી શકાશે કે, ઓશવાલ, શ્રીમાળ અને પરવાડ પ્રજાનું સ્થાન અરવલ્લીની પૂર્વે ૧૮ અને પશ્ચિમે તથા અવંતિમાં અને સૌરાષ્ટ્રમાં જ મુખ્યપણે હતું. આ પ્રદેશ ઉપર રાજા ગર્દભીલ દર્પણનું અને તે પછી, શક પ્રજાનું રાજ્ય થયું હતું. તે બાદ શકારિ વિક્રમાદિત્ય અને તેના વંશનું રાજ્ય થયું. તે બાદ ચણવંશી ક્ષેત્રનું થયું. આ સર્વ રાજાઓ૧૯ જૈન મતાનુયાયી હતા એટલે ત્યાં
સુધી તેમની જાહેરલાલી, ધર્મપ્રેમ તથા ધર્મ પાલનની વૃત્તિમાં વૃદ્ધિ જ થતી રહી હતી; પણ પછી ગુપ્તવંશીઓને રાજઅમલ તે સર્વ પ્રદેશ ઉપર તપતો થયો હતો. તેઓ વૈદિક મતાનુયાયીઅથવા તે વિશેષ અંશે શક્તિની ઉપાસના તરફ ઢળતા-હોવાથી આ ત્રણે વર્ગની સર્વ પ્રજાને સહન તે કરવું પડયું હતું. છતાં તે સર્વ રાજાઓ પ્રજાપ્રેમની કિંમત આંકનારા હોવાથી તેમની પ્રજા તરીકે અવંતિસુદ્ધાંમાં પણ તેમને ધર્મની બાબતમાં ખમવું પડ્યું નહોતું; એમ ટૂંકમાં કહી શકાય ખરૂં. તેમજ તેમની (ગુણવંશની) પડતીના સમયે તેમનો જે સરદાર અથવા સૈન્યપતિ વિજયસેન સૌરાષ્ટ્રમાં હકુમત ચલાવતો હતો તેણે સ્વતંત્ર બની પિતાના મૈત્રક વંશની સ્થાપના કરી હતી. તેના અમલમાં પણ તેઓ તે જ પ્રમાણે નિરૂપદ્રવિત જીવન ગાળી રહ્યા હતા. પણ ગુપ્તવંશનો સંહાર કરનાર હુણ પ્રજાનાં ટોળે ટોળાં જ્યારે ઉતરી પડયાં અને તેમના સરદાર તરમાણની તથા તેના પુત્ર મિહિર કુળની સત્તા અવંતિ ઉપર થઈ (ઈ. સ. ૪૯૦ થી ૫૩૩ સુધી) ત્યારે તે જોરજુલમ, દમન, લૂંટફાટ, ભારફાડ રંજાડ, સ્ત્રીઓને પકડી વ્યભિચાર સેવ, માણસને બાનમાં પકડી લઇ જવા, ઈત્યાદિ એટલાં બધાં વધી
ભલે નહતી, પણ તેથી તેઓ જૈન મતાનુયાયી રહેતા એમ તે ન જ કહી શકાય. ઉલટું તેમના શિલાલેખ અને સિક્કા ઉપરથી એમ પુરવાર થઈ શકે છે કે તેઓ
ન ધર્મ જ હતાઃ જે હકીકત હવે પછીના પારિગ્રાફ પષ્ટ કરવામાં આવી છે તે જુઓ.
(૧૮) જુઓ ઉપરમાં ટી. નં. ૧. તથા તેની સાથે ટી. નં ૭ ની હકીકત સરખા.
(૧૯) આ સર્વે નામો જે જણાવ્યાં છે તેને જૈન ધર્મ ગણી લેવામાં બહુ વાંધા જેવું કે આશ્ચર્ય જેવું વાચકને નહીં લાગે, પણ થષણ ક્ષત્રપના વંશને
તે સંપ્રદાયના ગણાવતાં તેઓ એકદમ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય તેવું લાગશે જ, છતાં દુનિયામાં શું શું નથી બનતું જણાયું? એટલે તે વિષય હવે પછીના પારિગ્રાફે ચર્ચાય છે ત્યાં જેવાં વિનંતિ છે. વળ તે બાદ સિક્કાની કેટલીક હકીકત છેડી છે. તે સર્વ વાંચીને મનન કરવા પણ વિનંતિ છે.
(૨૦) આ મિત્રકવંશ નામ કેમ પડયું તે જણાયું નથી. ઇતિહાસમાં તેને વલ્લભીવંશના નામથી ઓળખવામાં આવ્યો છે. આ વિજયસેનનું ટૂંકું નામ ભાઈ-ભદારક પણ હતું. તેની સત્તા અમલને સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com