________________
૩૮૬
ગુર્જર પ્રજાની
[ એકાદશામ
શકે તે હજુ સુધી નિશ્ચિતપણે સાબિત થયું નથી.
ગમે તેમ છે, પણ જે પ્રજા ત્યાં વસી રહી હતી તેમાંનું એક ટોળું ઈ. સ. પુ. ની છઠ્ઠી સદીની શરૂઆતમાં સિંધુ નદી ઓળંગીને તેની પૂર્વના પ્રદેશમાં વસવા માંડયું હતું. વળી ઇરાની શહેનશાહ ડેરિયસ અને તે બાદ ઝરસીઝના સમયે પણ અનેક કારણોને લીધે તે પ્રજાની આવજાવ ઘણી હતી. તેમાંયે જ્યારથી કુદરતી કેપથી સિંધુદેશની રાજધાની વિતભયપટ્ટણનો નાશ થઇને જેસલમીરનું રણ બની ગયું હતું, ત્યારથી અથવા તે પછી થોડા વખતેજ પૂર્વ સમયની સર્વપ્ર. કારની આવજાવ ઉપર અંકુશ પડી ગયો હતે. એટલે હવે હિંદ તેમનાથી ભિન્ન જ પડી ગયા હત; જો કે અત્યાર સુધી જે પ્રજા સિધુ નદીની પેલી પારથી હિદમાં આવી વસી હતી તેમની સંખ્યા તો ઘણીયે હતી; છતાં પત્તો મળે છે ત્યાંસુધી, આવી પ્રજામાંની લગભગ લાખ દોઢ લાખની સંખ્યાને ઈ.સ. પૂ. ૪૫૭ થી ૪૪૭ ના અરસામાં જૈનાચાર્ય શ્રી રત્નપ્રભસૂરિએ સ્વધર્મની દીક્ષા આપી જૈન ધર્મ બનાવી હતી. આ પ્રજાએ ભિન્નમાલ નગર જ્યાં હાલ આવ્યું છે તે સ્થાનની આસપાસ નવી નગરી વસાવીને સંસ્થાન જમાવ્યું હતું. તે નગરીનું નામ એશિયા હતું. તે ઉપ-
(૬) ઇરીનીઓની સત્તા તે આ પ્રદેશ સુધી લંબાઇ હોય એમ જણાયું નથી. (જુઓ ઉ૫રમાં પૃ.૨૮૫)
(૭) વર્તમાન રાજપૂતાનામાંના રિહી રાજ ગોડવાલ પ્રાંતમાં તે આવેલું છે (નોર, ખાતર, કંજલનેર, એરણપુરા, પાલી, લુણાઈ. આખા ગૌડવાલ પ્રાંત જ મૂળ ગૂર્જર પ્રજાની ભૂમિરૂપે જાણુ) તેનું સ્થાન ધ- પુરથી આબુ પર્વતની દિશામાં લગભગ ૨૮ માઈલ ઉપર કહી શકાય. ત્યાંથી જ ગુર્જર પ્રજનીવિકાના મતથી ગુર્જર રાજપતેની ઉત્પત્તિ કહી શકાશે. ( આ પરિ. દમાં ખાગળ ઉપરનું વર્ણન વાંચો )
હિં. ૫ . (ગુવાઓ ) ૫. ૬૮. આબુ
રથી ત્યાંના નગરજનો ઓશવાળ કહેવાયા છે. આ લેકે સર્વ રીતે સુખી હોવાથી–અથવા કહો કે ત્યાં આવીને સુખી થવાથી-મૂળ વતનના તેમના જાતિ ભાઈઓને આકર્ષણ થયું. એટલે બીજું એક નાનું ટોળું પચાસેક વર્ષમાં વળી આવી ચડયું હતું. આ ટેળામાં પં. ચાણક્યના બાપદાદાઓ આવ્યા હેય એમ સમજી શકાય છે. પછી સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્ય તેમજ તે બાદ જ્યારે સિંધુ નદીની પૂર્વ અને પશ્ચિમનો વ્યવહાર વધી પડ્યો હતો, ત્યારે નહપાણુના જમાઈ ભદત્તના બાપદાદાનું ટોળું આવીને એશિયા નગરીના વતનીઓમાં ભળી ગયું હતું. આ પ્રમાણે વસ્તીને વધારે થવાથી તેમાંથી થોડાક પાસેના પ્રદેશમાં બીજી નગરી વસાવી રહેવા માંડયું; પણ આ બન્નેની અવરજવર અને ભેળસેળ ચાલુજ રહ્યા. આ નવી ઉમેરાયેલી પ્રજામાંથી શ્રીમાળીની ઉત્પત્તિ થઈ કહી શકાય. વળી તે પ્રદેશ ઉપર જ્યારથી ભૂમક ક્ષહરાટની રાજ્યસત્તા ચાલુ થઈ હતી ત્યારથી તે તે સવેના રૂપરંગ જ ફરી ગયા હતા એમ કહીએ તે પણ ચાલે; કેમકે આમે તેઓ મૂળ આર્યો તે હતા જ, તેમાં હવે તે વળી તેઓ હિંદી જ બની ગયા હતા. ઉપરાંત સમ્રાટ પ્રિયદર્શિને પ્રસાર કરેલ ધર્મનાં સાધન પર્વતની વાયવ્ય ૫૦ માઇલ પર આવેલા ભિન્નમાલ અથવા શ્રીમાલ નગરમાં ગૂર્જર રાજપૂતાની રાજધાની હતી. ભરૂચને ગુર્જર રાજવંશ, ભિન્નમાલ રાજવંશની એક શાખા માત્ર હતી.
(૮) પુ. ૨ માં ચાણકયના જન્મસ્થાન વિશેની સર્વ હકીકત વાંચવાથી આ બાબતનું બધું અનુસંધાન મળી રહેતું સમજી શકાશે.
(૯) આ સમયને આપણે ઈ. સ. પૂ. ૨૯૦ થી ૨૫૦ ને કહી શકીશું. (કે. હ. ઈ. ૫. ૧૫૬ માં જે લખ્યું છે કે મિગ્રેડેટસ બીજાના સમયે શક પ્રજામાં ખળભળાટ થયે હો તે આ પ્રસંગ હેવા સંભવ છે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com