________________
પરિચછેદ ]
કઈ પ્રજાને ?
૩૦૯
હતી તેનું વિસ્મરણ ન થાય તેવી રીતે સાક્ષી પૂરી પાડે છે. આ વાકયમાં ઘણી ઘણી વાતે સંદિગ્ધપણે તેમણે ઉચ્ચારી છે જેમકે (૧) કેમ જાણે સરહદી પ્રાંત અને પંજાબ ઉપર જ યવનેની સત્તા જામી હતી અને તેથી આગળ નહીં ને પાછળ નહીં,૧૨ અથવા તે શક બાદશાહએ જે મુલકે મેળવ્યા હોય તે તે આટલા પ્રાંતે જ હતા અને તેથી વિશેષ નહેતું૧૩ (૨) અઝીલીઝ પછી અઝીઝ બીજો તથા ગડેરફારનેસ પણ બાદશાહ થઈને હિંદની ગાદી શોભાવી ગયા છે. તેમનાં નામ તેમણે કેમ ગણવ્યા નહીં હોય ? પણ માત્ર પહેલાં ત્રણનાં જ નામ૧૪ લીધાં છે. (૩) એક વખત રાક બાદશાહપ તરીકે તેમનાં નામ જણાવે છે જ્યારે બીજા જ વાક્ય શિક અને પલ્વાઝ૧૬ તરીકે તેમની પીછાન કરાવે છે. એટલે કાંતે તે બન્ને પ્રજાને એક માને છે, અથવા તે બેની વચ્ચેના ભેદની તેમને પોતાને જ ખબર
નથી (૪) શહેનશાહ, બાદશાહ કે અન્ય ગૌરવ. વંતે ઈલ્કાબ વિગેરે કાને કેને લગાડવામાં આવતો તથા કઈ સ્થિતિ પ્રાપ્ત થયા બાદ તેમાં ફેરફાર થત તે વિશે પણ ભેદભાવ નહીં બતાવતાં,૧૭ મોઘમ જ ઉચ્ચાર કર્યો છે. આ પ્રમાણે ચારેક મુદ્દા જે મુખ્યપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે તેને અહીં નિર્દેશ કર્યો છે. તે વિશેની તેમની માન્યતા કયા કારણસર હેઈ શકે અને સત્ય છે વા અસત્ય છે તેની સમજૂતિ પણ ટીક નં. ૧રથી ૧૬ સુધીમાં આપી છે. એટલે હિંદી ઇતિહાસના જ્ઞાન પરત્વે ક્યાં ખામી આવી જાય છે તે પણ અમારા કહેવાં કરતાં વાચકવર્ગ પોતે જ સ્વયં વિચારી લેશે. એટલું જ નહીં, પણ આ ભેદભાવથી (શક અને પાથીઅનની ઓળખનો) તેઓ અજ્ઞાત હેવાથી તેમને પોતાને જ ઇતિહાસના આલે ખનમાં કેટલીક મુંઝવણ પડી છે તેનો ખ્યાલ તેમના શબદોમાંથી પણ તારવી શકાય તેમ છે. આ
(૧૨) જ્યારે આપણે તે સાબિત કરી ગયા છીએ કે યવન અને યેન પ્રજનું રાજ્ય ઠેઠ મથુરાના ઝાંપા સુધી પણ પહોંચી ગયું હતું (જુઓ ડીમેટ્રીઅસ અને મિનેન્ડરનું વૃત્તાંત) એટલે કે તેમનું કથન અસત્ય છે.
(૧૩) શક પ્રજને આશ્રયીને કહેવા મુદ્દો હોય તે તે પણ ખોટું છે. (અહીં શાક અને પલ્લી પ્રજા એક જ ગણીને તેમણે કામ લીધું છે. જુઓ નીચેની ટીકા
તથા ૧૬. ) તે હકીકત આપણે આ પરિચ્છેદે આગળ ઉપર ઈશું.
(૧૪) એ તેમને આશય એમ હોય કે પહેલા ત્રણે જ આ પ્રાંતે ઉ૫ર સત્તા ભોગવી હતી અને બાકીના બેએ નથી ભોગવી; તે તે પણ સત્યથી વેગળું છે. ઊલટું પ્રથમના ત્રણ કરતાં પાછળના બેને રાજ્ય વિસ્તાર માટે થયો હતે.
જે ઓલાદ પરત્વે તેમનું કથન હોય તો તે પણ ખેટું છે; કેમકે પાછળના બે તે જ્યારે શુદ્ધ રાજશાહી કુટુંબના હતા. ત્યારે પ્રથમના ત્રણ હજુ જરા આવે
સગાઇના હતા.
કદાચ ગાદીના સ્થાન પરવે તેમનું કથન જે હોય તે તે પણ ઠીક નથી; કેમકે પાછળના બેના પાટનગર તરીકે મથુરા નગરી જ હતી.
(૧૫) આ પ્રજ શક નથી એમ ઉપરમાં જણાવ્યું પણ છે અને હજી જણાવીશું પણ ખરા. (જુઓ ઉપરની ટીક નં. ૧૦)
() શક અને પહલ્વાઝ જુદા છે એમ પાંચ પરદેશી પ્રજની હકીકત જણાવતાં સાબિત કર્યું છે. (જુએ ૫. ૧૪૩-૪૪) વળી અહીં તેમના વૃત્તાંતથી પણ ખાત્રી થશે કે બધી વસ્તુસ્થિતિ જ ભિન્ન છે. જુઓ ઉપરની ટીકા નં. ૧૦.
(૧૭) આ વિશેની સમજૂતિ આપણે ઉપરમાં પૂ. ૧૬૪ થી ૧૭૦ સુધી ખાસ પારિગ્રાફ છું પાડીને આપી છે તે જુઓ. વળી પ્રસંગ પડતાં અવારનવાર તેને સ્પષ્ટ કરતાં પણ જવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com