________________
પરિચ્છેદ ]
ને ધર્મ
૨૮૧
થવા પામ્યો છે. (જુઓ ઉપરમાં પૃ. ૩૪) મતલબ કે, તેના બૌદ્ધધર્મો પણ આ પ્રદેશ ઉપર ખાસ પ્રભાવ પાડ્યો હોય એમ બન્યું નથી. એટલે માનવું રહે છે કે, બાકીના રાજકર્તાઓ કે જેમણે છોમાંના ચાર વર્ષ ઉપરાંત વહીવટ ચલાવ્યો છે તેમના રાજધર્મો જ પ્રજા ઉપર કાબૂ મેળવી લીધા હતા, જે આપણે સિકકાના આધારે સાબિત કરાતું જોઈ શક્યા છીએ અરે ! એટલું જ નહીં પણ તે પૂર્વે અઢીસો વર્ષે એટલે ઇ. સ. પૂ. ની આઠમી સદીમાં જનના ૨૩ મા તીર્થકર જે શ્રી પાર્શ્વનાથ થઈ ગયા છે તેમનું જ નામ જ્યારે તશિલાના અને માણિક્યાલના સ્તૂપમાં૭૯ કોતરાયેલું મળી આવ્યું છે ત્યારે એમ અનુમાન ઉપર જવાય છે કે, ઈ. સ. પુ. આઠમી અને નવમી સદીમાં પણ તે પ્રદેશ ઉપર તે ધર્મના અનુયાયી રાજકર્તાઓની સત્તા પ્રવર્તી રહી હશે. તે વખતે બૌદ્ધધર્મની ઉત્પત્તિ પણ થઈ નહોતી જ, એટલે તે ધર્મ ત્યાં પળાતો હેવા વિશે કલ્પના કરવી પણ નકામી જ૮૦ છે. જે શિલાલેખ કે સ્તૂપ અત્ર ઉલ્લેખ કર્યો છે અને જેમાં પાર્શ્વનાથનું નામ હોવાનું જણાવ્યું છે તેમાં ધાર્મિક ચિહ્નો રૂપે “ચક " કાતરાવ્યું છે;
જ્યારે તે જ ચિહ્ન તશિલાના પ્રદેશમાંથી મળી આવતા સર્વ સિકકા ઉપર પણ મળી આવે છે. એટલે એ પણ નિર્વિવાદિત પણે સાબિત થઈ જાય છે કે, ચક્ર (જેને વર્તમાન કાળના સિક્કાશાસ્ત્રીઓ૮૧ The Wheel of the Law તરીકે ઓળખાવે છે ) અથવા ધર્મચક તે જૈનધર્મસૂચક છે, તે ચિહ્ન સાથે કઈ રીતે બૌદ્ધધર્મને સંબંધ હોઈ શકતા નથી. વળી આ વાતને ન સાહિત્ય ગ્રંથથી પણ ટેકો મળતા જણાય છે. તેમાં તે આ તક્ષિલાનું ૮૩નામ જ “ધર્મચક્રતીર્થ અથવા ચક્રતીર્થ” આપીને તેને ઓળખાવ્યું છે, જ્યારે આ પ્રમાણેના શિલાલેખી અને સિક્કાઈ પુરાવા જેવી અનેક અફર અને અચૂક સાબિતીઓ મળી આવે છે ત્યારે મૂંગે મોઢે તે સ્વીકારી લીધા વિના છૂટકે જ કયાં રહ્યો ! મતલબ એ થઈ કે, ઇ. સ. પૂ. ની ૯મી સદીથી માંડીને ઈ. સ. પૂ. ની પહેલી સદી સુધી તે આ તશિલાનગરી જૈનધર્મનું એક મહાન તીર્થ હતું. તે બાદ તેને નાશ થઈ જવાથી તેની, તેમ જ તેના આસપાસના સ્થળની મહત્ત્વતા ઓછી થઈ જવા પામી હતી, તેટલું માફ. એટલે પ્રો. રેસન જેવા સિક્કાશાસ્ત્રીએ
(૭૯) જુએ પુ. ૨, પૃ. ૫, ટી નં. ૧૦ પૃ. ૪૦. તથા પૃ. ૩૪૯ ની ટી નં. ૮૯,
(૮૦) નીચેની ટીકા ન. ૮૨ રારખાને (૮૧) નીચેની ટીક નં. ૮૪ તથા ૮૫ જુએ
(૮૨) ઉપરની ટીકા નં. ૮૦ ને લગતું લખાણ જુઓ; તેમજ પુ. ૨ માં સિક્કા નં. ૩૫-૩૬ નું વર્ણન તથા પુ. ૨, પૃ. ૬-૭ી ઉપરનાં વિવેચને જુએ.
(૮૩) જુએ ન ર મહેસવ અંક પૂ. ૪૨ તથા તેનું ટીપણ ન. ૩. ત્યાં જે બ્લેક ટાંકળે છે તે આ પ્રમાણે છે. તેમાં જૈન તીર્થોનાં નામો જણાવ્યાં છે.
चम्पाराजगृहे च चक्रमथुरा
जोद्धाप्रतिष्ठानगे । वन्दे स्वर्ण गिरौ तथा सुरगिरी
श्रीदेवपत्तने ॥ हस्तोडीपुरि पाडलादशपुरे
चारुप पजासरे । वन्दे श्रीकर्णाटके शिवपुरे
નાજaહે નાઈજે છે આમાં ચકતીની નોટમાં લેખકે જણાવ્યું છે કે, આ ચક એટલે તશિલાનું પ્રાચીન “ ધર્મચક્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com