________________
૩૨
રાજુલુલની
[ પંચમ
ઈ. સ. પૂ. ૧૫૯ માં મિનેન્ડરનું મરણ થવાથી તથા તે પ્રદેશ ભાનુમિત્રે જીતી લીધું હોવાથી તે ઉપર પ્રથમ તે શુંગશી છે સત્તા જ સ્થાપિત થઈ ગયેલી ગણાય; જ્યારે પાછા તે જ પ્રદેશ ઉપર રાજુલુલે મહાક્ષત્ર તરીકે હકુમત ચલાવી છે, ત્યારે એમ જ અર્થ કરવો રહે છે કે, તેણે શુંગવંશી અમલ તળેથી તે દેશને પાછો જીતી લીધે હેવો જોઈએ. કારે તેમ બન્યું તેવું જોઈએ તે જ પ્રશ્ન વિચારો રહ્યો. બીજી બાજુ એમ જણાવાયું છે કે ભાનુમિત્રનું રાજ્ય છે. સ, પૂ. ૧૫૯ થી ૧૪૨ સુધી ૧૦ વર્ષ ચાલ્યું છે અને તે બાદ માત્ર નામધારી રાજાઓ જ ઊભા થયા છે. એટલે એ અનુમાન કરી શકાય-એક એ કે ભાનુમિત્રના મરણ બાદ તે પ્રદેશ રાજુલુલે જતી લીધે હોય; અથવા બીજું એ કે, ભાનુમિત્રના છતાં પણ તેમ બન્યું હોય. પણ સત્તર સત્તર વર્ષ સુધી કોઈ માણસ વિચાર કરતો કરતો બેસી રહે કે ફલાણાનું મરણ થશે-કયારે મરણ થવાનું છે તે કઈ માણસ શી રીતે જાણી જ શકે તો હું તે મૂલક પચાવી પાડીશ; એ વાત બનવા યોગ્ય ન ગણાય. માટે એમ જ કલ્પના કરી શકાય કે, ભાનુમિત્રના રાજ્ય જ ઈ. સ. પૂ. ૧૫૯ પછીના ટૂંકા સમયમાં જ બેથી પાંચ વર્ષ
(૯) જુઓ ઉપરની ટી. નં. ૧. તવા ઉપરમાં “તેનું કુટુંબ” વાળો પારિગ્રાફ
(૧૦) કે. હિ. ઈ. પૃ. ૫૭૫-Subsequently after the erection of Mathura-Lion-capital in his reign as satarap, he (sodasa) appears as great satarap on the Arohi votive tablet at Mathura dated in the second month of the year 42=પોતાના (રદાસન) ક્ષત્રપ તરીકેના સમયમાં મધુર સિંહરતપની સ્થાપના કર્યા પછી તરત જ મથુરાના આમોહી (૫૩ છે)માં ભક્તિ માટે ઊભી કરેલ એક તપ્તિમાં
સુધીને સખ્ય ધાર વ્યાજબી ગણાશે-તેણે લડાઈ કરીને તે પ્રદેશ પાછો મેળવી લીધે હશે એમ ગણવું. એટલે મહાક્ષત્રપ તરીકેનો તેને સમય ઈ. સ. પૂ. ૧૫૪-૫ થી શરૂ થયે, એમ આપણે હાલતુરત પાકે નિર્ણય ન મળી આવે ત્યાં સુધી તે ઠરાવીશું. તેના રાજ્યારંભનો સમય નિર્ણિત થઈ ગયો. હવે અંત સમય વિચારીએ. તે માટે આપણને શિલાલેખ ઉપરથી જાણવાનું સાધન મળે છે. તેની પટરાણુએ જે મથુરાસિંહરતૂપની પુનઃસ્થાપના કરી છે તેમાં પુત્ર
દાસને ક્ષત્રપ તરીકે જણાવ્યો છે, જ્યારે આહીને બીજો શિલાલેખ છે તેમાં સદાસે પિતાને મહાક્ષત્રપ” તરીકે લેખાવ્યો છે. એટલે તાત્પર્ય એ થયો કે, તે બન્ને શિલાલેખના સમચની વચ્ચેના ગાળામાં સોદાસ મહાક્ષત્રપ થયો છે તથા રાજુલુલનું મરણ પણ થયું છે. મથુરાના તેમજ આમહીના એમ બન્ને લેખમાં ૪૨ ને જ આક છે. એટલે એમ થયું કહેવાય કે પ્રથમ પુનઃસ્થાપના થઈ; પછી ટૂંક સમયમાં રાજુલુલનું મરણ થયું અને તે બાદ સોદાસે આહીનો પટ્ટ ચિતરાવ્યો હતો. હવે આ બેંતાળીશનો આંક તે કયા સંવતને હતિ તે પાછું વિચારવું રહે છે. આપણે ભૂમકનું વર્ણન કરતાં જણાવી ગયા પાછે તેને ઉલ્લેખ મળે છે. તે તક્તિની સાલ માટે “ ૪૨ ના શિયાળાને બીજો મહિનો” એમ લખાણ છે.
વળી જુઓ. એ. ઇ. પુ. ૯, પૃ. ૧૩૯.
વળી જુઓ વિન્સેટ સ્મિથ સાહેબકૃત મુદ્રિત મથુરા એન્ડ ઇટસ એન્ટીવીટીઝ. ઈ. સ. ૧૯૦૧, પ્રસ્તાવના પૃ. ૫. તે જ પુસ્તકના પૃ. ૨૧ ઉપર તે એ જ લખ્યું છે કે “ In the 42nd year of the Maha-Kshatrpa Sodas (Pl. siv Ayaga-patta) HITY WIEL 3011 રાજ્ય સં. ૪૨ માં ( આચાગ પટ આકૃતિ નં. ૧૪ જુઓ.).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com