________________
૨૨૨
નહપાણ અને
[ ચતુર્થ
આટલા વિવેચનથી એમ સિદ્ધ થાય છે કે, તેમના અભિપ્રાય પ્રમાણે એકઠણ અને નહપાણ તેમજ મથુરા પતિઓ ભિન્ન ભિન્ન જાતિના હતા, (પછી નહપાણ અને મથુરા પતિઓ એક જાતિના ગણાય કે ભિન્નભિન્ન જાતિના તે મુદ્દો તેમના લખાણથી સ્પષ્ટ થાય નહીં, તે વાત ન્યારી છે.)
(૯) આ ઉપરાંત ચઠણની જાતિ વિશેની કેટલીક હકીકત પુસ્તક ચેથાના અંતે તેનું વૃત્તાંત લખતાં મેં જણાવી છે. તે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
આ સર્વે ભિન્નભિન્ન મતદર્શનને સાર એક જ વસ્તુસ્થિતિ કહી આપે છે, કે નહપાણુ અને ચણ બને ભિન્ન ભિન્ન પ્રજાના નબી- રાઓ હતા.
નહપાણના મરણ બાદ તેની ગાદી ઉપર અન્યવંશી પુરૂષનો રાજઅમલ સ્થાપિત થયે હેવાથી, મધ્ય પ્રદેશ ઉપર રાજ્ય ચલાવતા ક્ષહરાટ ક્ષત્રનું વૃત્તાંત સંપૂર્ણ થાય છે. હવે મથુરાના અને તક્ષિાના પ્રદેશના શાસનકર્તા ક્ષહરાટ ક્ષત્રનું વર્ણન હાથ ધરવું રહે છે; પણ તેમ કરતાં પહેલાં એક બે મુદ્દા કાન્હાયન વંશ સાથે સંબંધ ધરાવતા યાદ આવ્યા છે. તેમાંનો એક ઐતિહાસિક રીતે નહપાની સાથે જો કે ખોટી રીતે છે, પણ તેમ થવાનું કારણ તે ખોટી કલ્પનામાંથી ઉભી થયો છે એટલે કહેવું પડયું છે કે તેની સાથે-સંબંધયુક્ત હેઈને, તે નહપાણતા વર્ણન સાથે, છતાં તેનાથી તદન છૂટે પડી જાય તેમ, વર્ણવવો યોગ્ય લાગ્યો છે. જ્યારે બીજો તે તદ્દન મેં મારી કલ્પનાથી ઊભો કર્યો છે, કે તેમ કરવાથી એક જાતની નવીન સુચના જ વિચારકોને અને સંશો- ધકાને ધરી છે એટલું લેખવું રહે છે. કલ્પનાઓ તે હંમેશાં આકાશઉથન-હવાઈ કિલાએ
સમાન હેવાથી, જેમ વાવાઝોડા અને કંપાપાત લાગવાથી ભૂમિશાયી પણ થઈ જાય છે તેમ આ મારી સૂચનાનું અંતિમ પણ ભલે આવી જાય; છતાં દરેકે દરેક ક્ષેત્રમાં થતી શેધળનું પ્રથમ બીજ જુઓ, તે ખાત્રી થશે કે-કલ્પના અને અખતરા થયા બાદ જ તેનું સત્ય સ્વરૂપ પકડાય છે. એટલે તેમાં રસ લેનારાઓ કદીયે નાસીપાસ ન થતાં, પ્રથમ ભૂમિકાએ તે હંમેશાં સપ્રમાણ કલ્પનાઓ રજુ કર્યું જાય છે. તે પ્રમાણે મેં પણ આ બને મુદ્દાઓ એક પછી એક પારિગ્રાફમાં છુટા પાડીને રજુ કર્યા છે.
હાથીગુફાના લેખમાં આળેખાયેલા ખારવેલ, શ્રીમુખ અને બૃહસ્પતિમિત્રને સમકાલીનપણે
થએલ જુદા જુદા પ્રદેશના કાવાયન વંશ રાજકર્તા માનવા પડ્યા છે.
સાથે તેમાંયે બહસ્પતિમિત્ર ને મગધ સંબંધ પતિ જણાવ્યું છે. પણ તે ના
મને કઇ રાજા ઇતિહાસમાં જણાયો ન હોવાથી, બૃહસ્પતિ તે પુષ્યનક્ષત્રનું બીજું નામ લેવાથી, બૃહસ્પતિમિત્ર એટલે પુષ્યમિત્ર ઠરાવી દઈ ખારવેલ, શ્રીમુખ અને પુષ્યમિત્રને સહમયી ઠરાવ્યા; અને પછી આ પુષ્યમિત્રના વંશના છેલ્લા રાજા દેવભૂતિને, કનવંશી બ્રાહ્મણ અમાત્ય વસુદેવે અથવા કોઈકના મતે તે વંશના છેલ્લા પુરૂષ સુશર્મને મારીને, પોતે કેવી રીતે અવંતિની ગાદી હાથ કરી; તથા તેને જ પાછળથી મારીને ઉપરના ત્રણ ભૂપતિમાંના શ્રીમુખે કેવી રીતે પિતા માટે અવંતિની ગાદી પ્રાપ્ત કરી; તે બધે છત્પાદક ઇતિહાસ જાણવા યોગ્ય થઈ પડ્યો છે. તેમાં કેટલોક ભાગ પુ. ૧, પૃ. ૧૫૪ થી ૧૬૧ સુધી ધનકટક પ્રદેશના વર્ણને આપણે જણાવી દીધું છે; તેમજ કેટલાક જે પુષ્યમિત્રની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com