________________
૨૧૮
નહુષાણ અને
[ ચતુર્થ
અથવા વંશ (Race) કે જ્ઞાતિ (Stock) જેવું લખી કાઢયું તથા જે પરદેશીઓ બહારથી હિંદ ઉપર ચડી આવ્યા છેy૫ અને જેમનાં નામ અવંતિપતિ તરીકે કે તેની આસપાસના પ્રદેશ ઉપર સત્તાવાહી થયા છે તેમાં માત્ર શક તથા હિંદી શકપ્રજાનું નામ જ વિશેષ જાણીતું થયેલ હેવાથી આ નહપાણને તે પ્રજાને સભ્ય બનાવી દીધે; તેમ ચષણ વિશે તે કાંઈ તેવું જણાયું જ નહોતું. વળી તે પણ હિંદની બહાર જ વતની હત-જો કે તેનું જન્મસ્થાન કે દેશ વિગેરે કાંઈ જણાયું નથી જ. તેમ શોધી કાઢવા પ્રયત્ન થો હોય એવું પણ દેખાતું નથી એટલે તેને પણ શક કરાવી દીધે; કેમકે તે બેની વચ્ચે અનેક પ્રકારનું સૌમ્ય તે હતું જ; જે સ્થિતિ આપણે આ પારીગ્રાફના આરંભમાં જણાવી ચૂક્યા છીએ. મલબ કહેવાની એ છે કે, સંજોગને અનુસરીને તેમજ સાથે સાથે કલ્પનાના બળને મુક્ત કરીને આ બન્ને સત્તાધિકારીને શક જાતિના-જેને લિથિઅન્સ કહેવાય છે, અથવા હિંદમાં વસવાથી ઈન્ડ-સિથિઅન્સ પણ કહેવાઈ શકે છે–ઠરાવી દીધા છે. તેમાં નહપાણની સાથે ક્ષહરાટ શબ્દ લાગેલ હોવાથી તે ક્ષહરાટ શબ્દને, જ્ઞાતિ કે પ્રજાનું નામ ન લખતાં, તેને માત્ર ગોત્રનું નામ9૬ માની લીધું છે.
વિદ્વાનોએ ગ્રહણ કરેલ આ માર્ગ કેટલા
દરજજે ગ્રાહ્ય છે, અથવા તે અગ્રાહ્ય અને ભૂલ ભરેલું હોય, તો તેનાથી શું શું અનિષ્ટો એતિહાસિક દષ્ટિએ નીપજ્યાં છે, તેનો આપણે તાગ લેવા પ્રયાસ કર રહે છે.
વિશેષ વિસ્તારમાં ન ઉતરતાં છેવટને મારે જે અનુમાન-નિર્ણય થયો છે. તે પ્રથમ જણાવી દઈશ અને પછી તે માટેનાં કારણો જણાવીશ. નિર્ણયમાં જણાવવાનું કે તે બેમાંથી એકકે જ શક જ નથી. તેમ તે બન્નેની જાતિ જ જુદી છે. અને જે જાતિ જુદી જ છે તે પછી તે બેની વચ્ચે કઈ પણ પ્રકારનો સગપણ સંબંધ હોવાને પ્રશ્ન જ ઉદ્ભવતો નથી; જ્યારે કારમાં જ વવાનું કે –
(૧) ગૌતમીપુત્રની માતા રાણી બળશ્રીવાળા નાસિકના શિલાલેખમાં જણાવાયું છે કે – “ Gautamiputra destrogel the Sakas, Yavanas and Pahalvas etc.... & rooted out the Kshaharatas=ગૌતમી પુત્રે શક, યવન અને પહલાઝ વિ. ની કલ કરી નાંખી. તેમજ ક્ષહરાટોનું% જડમૂળથી નિકંદન કાઢી નાંખ્યું. ” આ હકીકતથી એમ તે સ્પષ્ટ જ થઈ ગયું કે, જેમ શક (Scythi. ans ) 494 (Greek or Bactrians ) z4a 466919 ( Persians & Parthians ) જુદી જુદી પ્રજા છે તેમ ક્ષહરાટ ( Inhabi
(૭૫) પાર્થિઅન્સ, બેકટ્રીઅન્સ, પલવાઇ અને શક: આ ચાર નામ તેમણે પરદેશી પ્રજા તરીકે ગણ્યા છે. પહેલા ત્રણ પ્રએ બહુ બહુ તે પંજબ, પાંચાલ અને સુસેન ઉપર જ અમલ ચલાવ્યું છે. માત્ર શા પ્રજએ જ મધ્ય હિંદમાં પ્રવેશ કર્યો હતો.
(૭૬) સરખા ઉપરની ટીક નં. ૭૪ તથા જુઓ નીચેની ટીક નં. ૭૮.
(૭૭) મૂળ માટે જુઓ કે, આ. કે. પ્રસ્તાવના
પૃષ્ઠ ૩૬, પારિગ્રાફ ૪૪; તથા અવતરણ માટે ઉપરમાં જુઓ ૫. ૨૦૨ અને ૨૦૩.
(૭૮ ) જ્યારે શક, યવન, પલ્યાઝ અને ક્ષહરાટે સર્વેનાં નામ એક સાથે લેવાયાં છે તથા તેમાંની પ્રથમ ત્રણને પ્રજા તરીકે ઓળખાય છે. તે પછી ક્ષહરાટને પણ પ્રજા તરીકે જ લખવી રહે છે. છતાં ગોત્રનું નામ લખવું તે ભૂલ કહેવાય કે નહીં? (જુઓ ઉપરની ટીકા નં. ૭૫ તથા ૭૭. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com