________________
પરિછેદ ]
તથા સિક્કાઓ
૨૭
-
---
--~-
વંતે હતા. આ શબ્દોથી પુરવાર થાય છે કે, નહપાણના રાજપાટના સ્થળ વિશે ઉપરમાં જે ઉલ્લેખ મેં કર્યો છે તે પ્રમાણે અનેક વિદ્વાનનું મંતવ્ય થાય છે; પણ ઉપરમાં પ્રસંગોપાત જાણવાનું બન્યું છે તેમ નાસિક, કાર્લા, સપારા, પુના કે જુનેર અથવા તેની આસપાસના કઈ પણ પ્રદેશમાં જ્યાં જ્યાં નહપાના શિલાલેખ મળી આવ્યા છે અને જે સર્વેને ઇતિહાસકારે નાસિકના શિલાલેખ-( Nasik group નાસિકનો સમૂહ કહીએ તો પણ ચાલે) તરીકે ગણાવે છે તે સર્વે સ્થળો પ્રથમ તો, શાતવાહન વંશી રાજાઓની હકુમતના જ સ્થળ હતાં અને તે જમીન ઉપર તે માત્ર યુદ્ધ જ લડવામાં આવેલું છે. અલબત્ત, તે સર્વે યુદ્ધોમાં એક પક્ષે નહપાણ અને સામા પક્ષે શાતકરણીઓ હતા. અને પરિ- ણામે જે પક્ષની જીત થઈ હોય તેણે અહીં નહપાણને પક્ષ જીત્યો હતો એમ જણાયું છે- ફાવે તે યુદ્ધના પ્રાયશ્ચિત્ત અર્થે, કે ફાવે તો પુણ્યનાં સાધારણ કામ કરવાનું જેમ દરેક મનુષ્યની ફરજ સમજાય છે તે પ્રમાણે, ફરજને અંગે કોઈ ધર્મકાર્ય આ નહપાણે તે સ્થાનમાં કરાવ્યાં દેખાતાં હોય, તો તેથી કાંઇ નિશ્ચયપણે એમ ઠરતું નથી જ, કે તેની રાજગાદીનું સ્થળ પણ આ પ્રદેશમાં જ હતું. જે જે શિલાલેખોમાં આ સ્થળોનાં નામના ઉલ્લેખ થયા છે તેમાંના કોઈપણમાંથી તેવી મતલબને તે સ્થાન રાજ- નગર હેય તે-કોઈ આશય નીકળી શકો હેય, એવો એક પણ ઉદ્ગાર આપણે વાંચીને છૂટો પાડી શકતા નથી; એટલે પછી તેવા સ્થ. બેમાંથી કોઈ એકની, રાજગાદીના સ્થાન તરીકેની કલ્પના કરવી તે પણ હદબહાર નીકળી ગયા જેવું ગણાશે. અલબત્ત, તેટલે દરજજે સાચું ગણી શકાય કે, તે તે સ્થળે તેની હકુમતમાં
તેણે છતીને મેળવી લીધેલ હતાં; તેમજ તે વિશે લેશમાત્ર શંકા પણ રહેતી નથી.
હવે સવાલ રહ્યો મધ્યમિકાને અને ઉત્તે. નીનો. પ્રથમ તે મધ્યમિકા કયાં આવી તેના
સ્થળને જ નિશ્ચય હજુ સુધી કરી શકાયો નથી. પણ ભૂમકના વૃત્તાંતમાં જે ચાર-પાંચ સ્થાને તેની રાજધાનીના શહેર તરીકે જણાવી ગયા છીએ તેમાંનું કોઈ એક હાય ( જુઓ ઉપરમાં પૃ. ૧૯૧થી આગળ ) તે તે ભૂમકની હકુમતમાં હોઈ તેના ગાદીવારસ તરીકે નહપાનું પણ પાટનગર તે સ્થાન બને, તે સ્વાભાવિક જ ગણાય. વળી તે જ્યાં સુધી મહાક્ષત્રપ રહ્યો હતો ત્યાં સુધી તેણે જાળવી પણ રાખ્યું હતું, એમ કહેવામાં જરાયે ખોટું નથી; પણ પછી જ્યારે તેના ભાગ્યને સિતારે ચડવા માંડ્યો અને અવંતિ જેવો દેશ-કે જે જીતવા માટે સમસ્ત ભારતવર્ષના હિંદુ રાજાઓ ઉપરાઉપરી તુટી પડતા હતા એવી પ્રસિદ્ધિ અને મહત્ત્વતા ધરાવતા મુલકજે પિતાની સત્તામાં આવી પડે તે પછી ઓછી અગત્યતા ધરાવતા સ્થાન ઉપર પોતે રહેવાનું ચાલુ જ રાખ્યા કરે એમ શા માટે આપણે ધારવું જોઈએ ? અલબત્ત, જૂનું અને બાપીકું સ્થાન ન મુકવું–old is gold-તે સિદ્ધાંત આપણું સામાજિક વ્યવહારમાં ભલે લાગુ પડતા હશે ખરા, પણ રાજકીય નીતિને અંગે તે, જેમ તે નીતિ અન્ય કાર્યો પરત્વે સામાજિક રીતેથી અનેક રીતે ભિન્ન પડે છે, તેમ ગાદીસ્થાન કે જે પણ રાજકીય નીતિનું એક પ્રધાન અંગ જ ગણાય છે તે પરત્વે પણ તેનો જુદે જ રાહ હોય તો નવાઈ જેવું શું ગણાય? અને બન્યું છે પણ તેમજ; કેમકે જેવો અવંતિને પ્રદેશ તેણે જીતી લીધું છે કે તુરતજ રાજગાદી અવંતિની રાજનગરી ઉજૈનીમાં આણી, ત્યાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com