________________
-
-
૧૮૬
ભૂમકને
[ સ્વતીય
-
-
--
—
-
--
-
--
મેળવી શકાય તેમ દેખાય છે, કેમકે એક બાજુ આપણે એમ જોઈ ગયા છીએ કે, ભૂમક, નહપાણ અને રૂભદત ઘણા નિકટના સગાં થતાં હતાં. બીજી બાજુ એમ પણ જાણી ચૂક્યા છીએ કે, ભૂમક પછી તુરત જ નહપાણ ગાદીએ બેઠે છે. ત્રીજી બાજુ એમ પણ કહેવાઈ ગયું કે ભૂમક અને નહપાણ એક જ ક્ષહરાટ જાતિના હતા. તેમ ચોથી બાજુ નહપાણની દીકરી દક્ષમિત્રા અને જમાઈ રૂષભદત્તે પિતાના દાનપત્રમાં સ્વફુરણાથી ભૂમકનું નામ છેતરાવેલ છે. એટલે તે સર્વે અતિ નિકટના અને પરસ્પર સગપણ ગાંઠથી યુક્ત હતા એમ બતાવી આપ્યું છે. વળી એ સ્થિતિ વિશે ત્યારે જ સંભવિત છે કે જયારે દીકરી અને જમાઈનાં નામ એક વ્યક્તિ સાથે જોડાયેલ છે તેમજ તે વ્યક્તિનું નામ તે બન્નેના સામાન્ય સંબંધીનું જ હેય: આ વિષયનું સામાજિક-વ્યવહારૂ જ્ઞાન એમ કહે છે કે, તે સામાન્ય સંબંધ પુત્રીના માવતર પક્ષને જ હેય. એટલે એમ સાબિત થઈ ગયું કહેવાય કે નહપાણ જેમ દક્ષમિત્રાના પિતૃપક્ષે છે તેમ ભૂમક પણ તેણીના પિતૃપક્ષને જ સભ્ય હો જોઈએ. તેમ આ ઉપરાંત એક નિરાળા સિદ્ધાંત એ પણ જાણવામાં છે કે, બાપ જ્યારે મહાક્ષત્રપ હોય છે ત્યારે તેનો પુત્ર જે યુવરાજ હેય છે તે ક્ષત્રપ પણ રાજકાર્યમાં ભાગ લ્ય છે, અને પિતાના મરણ બાદ તે યુવરાજ પોતે જ મહાક્ષત્રપનું પદ ધારણ કરી ગાદીપતિ બને છે. (આ નિયમ માટે ઉપરમાં પૃ. ૧૭૧ ની હકીકત જુઓ) આ ભૂમકના સમય પછી દોઢેક સદીએ ક્ષત્રપ ચણને વંશ જે શરૂ થયો હતો અને
લગભગ અઢીસો વરસ સુધી જે ચાલ્યો હતો તેમાં જ કેવળ આવો નિયમ સચવાઈ રહેલ તરી આવે છે એમ નથી, પણ આ ભૂમકના જ સમકાલીન પણે થયેલ રાજુપુલ અને તેના પુત્ર સોડાસના સંબંધમાં પણ તેમ જ બન્યું છે. મતલબ કે, પિતાપુત્રના સંબંધમાં આ પ્રમાણે જ હમેશાં વર્તાવ બને છે અને તે જ પ્રમાણે બનતા આવ્યાના અનેક પુરાવાઓ છે; તે પછી ભૂમિકા અને નહપાણના સગપણ સંબંધમાં ઉપર પ્રમાણે વર્ણવેલી ત્રણ સ્થિતિ સાથે આ મુદો, તેમજ રૂભદત્ત, દક્ષમિત્રા અને નહપાના નિકટ સંબંધવાળો મુદો પણ ઉમેરવામાં આવે તો એક જ સાર ઉપર આવવું પડશે કે, ભૂમક તે પિતા થાય અને નહપાણ તે પુત્ર જ થાય. ભૂમકને અને નહપાણને પિતા પુત્ર તરીકે
સંબંધ નક્કી કર્યા પછી તેને સમય હવે આપણે તેમના સમય
વિશે વિચાર કરીએ. ભૂમકના સિક્કા તે ઘણાયે છે પણ તેમાંના એકે ઉપર સાલ નાંખેલી જણાતી નથી. તેમ તેને કઈ શિલાલેખ તારીખ સાથેને જણાય નથી.૨૯ તેમ બીજી બાજુ નહપાણના સિક્કામાં પણ સાલ લખેલી નજરે પડતી નથી. જો કે તેણે કેતરાવેલ શિલાલેખમાં સાલ નેધેલી હજુ જણાય છે ખરી; આથી કરીને આપણો માર્ગ ઘણો મોકળ-સુતર થઈ જાય છે. મિ. રેપ્સન તે સંબંધમાં લખતાં જણાવે છે કે, ૨૦ “No dated coins but dates iu inscriptions are 41, 43 & 46=(તેના) કોઈ સિક્કામાં સાલ નથી જ, પણ શિલાલેખમાં ૪૧,
(૨૯) કે. આ. ૨. મૃ. ૧૩–No dated coins or inscriptions kuovu=21647141 Bus
૫ણું સિક્કા કે શિલાલેખ જણ્યા નથી.
(૩૦) ઉપરનું જ પુસ્તક પૃ. ૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com