________________
+30+
નીચેના વર્ણનમાં પ્રથમના આંક, ચિત્રની અનુક્રમ સંખ્યાસૂચક છે. ખીને આંક તે ચિત્રને લગતા અધિકાર આ પુસ્તકમાં કયા પાને લખેલ છે તે ખતાવે છે. સર્વ ચિત્રા સંખ્યાના અનુક્રમમાં ગોઠવ્યાં છે. એટલે કયું ચિત્ર કયા પાને છે તે શેાધી કાઢવું સહેલું થઈ પડે છે. કોઈ વિશિષ્ટતાને લીધે આડું અવળું મૂકવું પડયું હશે તે તે હકીકત તેના પરિચયમાં જણાવવામાં આવી છે.
આગળ મુજબ આ પુસ્તકે પણ ચિત્રાના ત્રણ વર્ગ પાડવામાં આવ્યા છે.
(૧) સામાન્ય ચિત્રો (૨) પરિચ્છેદના મથાળા ઉપરના શૈાભન ચિત્રો (૩) અને રાજ્ય વિસ્તાર બતાવતા તથા અન્ય આપદેશિક નકશાઓ, પ્રથમ આપણે સામાન્ય ચિત્રોનું વર્ણન કરીશું.
(૬) સામાન્ય ચિત્રા
આકૃતિ નખર વર્ણન પૃષ્ઠ
૧
કવર
ચિત્ર પરિચય
૨ મુખપૃષ્ઠ પૂરા ઉપર
કલ્પવૃક્ષ અથવા કલ્પદ્રુમનું ચિત્ર છે. તેની હકીકત પુ. ૨. પૃ. ૨૮ માં સંપૂર્ણ જણાવી છે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. પુ. ૨ માં સૂચવેલ નિયમ પ્રમાણે આ ચિત્ર ખાસ કરીને ચૂંટી કાઢવામાં આવ્યું છે. તે મથુરાના સિંહસ્તૂપનું છે, તેને ચૂંટવા માટે અનેક કારણેા મળ્યાં છે. (૧) શિલ્પકળાની દૃષ્ટિ છે (૨) તેની પ્રાચીનતા છે(૩) આ પુસ્તકમાં જ તેના અધિકાર અપાચે છે. (૪) તેમાં ઐતિહાસિક રહસ્ય સમાયલું છે (૫) અને સાથી વિશેષપણે જેમણે તેની પ્રતિષ્ઠામાં ભાગ લીધે છે તેમના જીવન ઉપર તે અનેરા પ્રકાશ પાડે છે.
(૧) શિલ્પની દૃષ્ટિ : અલબત્ત આ નમુનામાં તે એટલી ઉત્તમ પ્રકારની જો કે નથી દેખાતીજ, છતાં પણ તે સમયના કારિગરા કેવી બાહેાશી ધરાવતા હતા તેના અચ્છા ખ્યાલ તે આપે છેજ. વિશેષ પરિચય નીચેના આંક ૨૭ ના ચિત્રે જુએ. (૨) તેના સમય ઈ. સ. પૂ. ૧૧૫ હાઇ, અત્યારે તેની ઉમર ૧૧૫+૧૯૭૭=૨૦૫૨ ની થઈ કહેવાય. તે માટે જે પુરાણી વસ્તુએ સારાયે હિંદમાં અત્યારે જળવાઈ રહેલી દેખાય છે તેમાં આને નખર ઘણા ઊંચા ગણી શકાશે.
(૩) તેના અધિકારનું વર્ણન પૃ. ૨૩૦ થી આગળ, તથા અન્ય ઘણે ઠેકાણે છૂટું છવાયું (જીએ ‘ચાવી’ તથા ‘શું અને કયાં'માં મથુરા શબ્દે) અપાયું છે. તે વાંચવાથી તેની સમજણ પડી જાય તેમ છે એટલે અહી ઉતારવું બીનજરૂરી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com