________________
[૪] જનારા જે સુરે અસાધારણ સહનશીલતા-સમતા દર્શાવી. અંતે સુશીલ પત્નીની સદ્ભાવ-ભક્તિભરી સતત પરિચર્યા સફળ થઈ શકી નહિ. બહેન સેંઘી અને બનેવી તથા મામા મેહનલાલભાઈ ખેડીદાસ શાહ વગેરે અનેક સ્વજન-આસજનના ઉપચાર ઉપભેગી નીવડ્યા નહિ, સુભાષિતપદ્ય-રત્નાકર(વિભાગ ૧ થી ૫)ના સંગ્રાહક મુનિ વિશાલવિજય (આબુના લેખક ઈતિહાસપ્રેમી શાંતમૂર્તિ મુનિરાજ જયંતવિજયજીના સુશિષ્ય) જેવા અનુજ સહોદર બંધુનાં વિશાલ સુભાષિત-અનુશાસને આશ્વાસન-કારક થવા છતાં આયુષ્ય-વર્ધક થઈ શક્યાં નહિ!! બાવન વર્ષ જેટલી મધ્યમ આયુષ્ય-મર્યાદા પૂર્ણ કરી જેમણે સમાધિ—પૂર્વક પરલેક-પ્રયાણ કર્યું તે પં. હરગોવિંદભાઈના સગુણોનું અને સ ભ્યોનું સંક્ષેપમાં સંસ્મરણ શું થઈ શકે? તેમના અવસાનથી
સર્વ કઈ પરિચિત સહવાસી સ્વજન અને સાહિત્ય-સેવી સજન દુઃખી, દિલગીર અને શેકાક્રાન્ત થાય તો વર્ષો પર્યત સહવાસ-વિનોદ કરનારને અધિક દુઃખ થાય એ સ્વાભાવિક છે; પરંતુ ભવિતવ્યતા આગળ કેનું ચાલ્યું છે? અથવા ચાલે છે? એમ સમજી હૈયે ધરવું જોઈએ. તેમના શાસન-પ્રેમી ઉચ્ચકક્ષાના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય, એમની શુભ ભાવનાઓ સફલ થાય, પ્રાકૃત સાહિત્ય-સમુદ્ધાર-પ્રચારનાં એમનાં અધૂરાં રહેલાં-છેલાં અભીષ્ટ શુભ કાર્યો પૂર્ણ થાય-એવું આપણે સૌ ઈચ્છીએ–શાસનદેવને પ્રાર્થના કરીએ. તેમના આત્માને અન્ય શું સમર્પણ કરી શકાય? એ સદ્ગત સનેહી સાક્ષર બંધુને લઘુ સહાધ્યાયી આ લઘુ પુસ્તિકામાં સ્મરણુંજલિરૂપ સદભાવભરી સ્નેહાંજલિ સમપી કેટલેક અંશે પિતાને કૃતાર્થ માને છે. વિ. સં. ૧૯૯૭
લા, ભ, ગાંધી. શ્રા. શુ. ૧૩ વડોદરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com