________________
૩૮
પાવાગઢથી વડોદરામાં પવિત્ર વચન કહ્યું કે “ગાય જ્યાં દૂધ ઝરે છે, ત્યાં શ્રીપા. નાથની મૂર્તિ રહેલી છે, તેને અધિષ્ઠાયક હું છું. જેવી રીતે તેની પૂજા થાય, તેમ તમે કરે.” એમ કહીને તે દેવ અદૃશ્ય થઈ ગયે. પ્રભાતે તેઓ ત્યાં ગયા. ભૂમિ પેદાવતાં પ્રકટ થયેલ એ મૂર્તિને તેઓએ રથમાં સ્થાપી; તેવામાં જીરાપલ્લીપુરીના લેકે ત્યાં આવ્યા. તેઓએ કહ્યું કે-“આપને અહિં અસ્થાને આ શો આગ્રહ છે? અમારી સીમ( હદ)માં રહેલ આ બિંબ, આપના વડે કેમ લઈ જઈ શકાય? ” એવી રીતે વિવાદ થતાં વૃદ્ધોએ કહ્યું કે-એક બળદ તમારે અને એક બળદ અમારો આ મૂર્તિવાળા રથને જોડવામાં આવે; એ બને જ્યાં લઈ જાય, ત્યાં દેવ પિતાની ઈચ્છા પ્રમાણે જાવ; કર્મબંધના હેતુભૂત વિવાદની શી જરૂર છે?” એ સલાહ-ઠરાવ સ્વીકારી તેવી રીતે કરતાં તે બિંબ જીરાપલીમાં આવ્યું, ત્યારે મહાજને એ મહાન પ્રવેશત્સવ કર્યો હતે. સંઘે સર્વની અનુમતિ–પૂર્વક પહેલાં ત્યાં ચિત્યમાં રહેલા વીરના બિંબને ઉથાપિત કરીને તે પ્રકટ થયેલ પાર્શ્વનાથ-બિંબ)ને જ મુખ્ય તરીકે સ્થાપિત કર્યું હતું. વિવિધ અભિગ્રહ લઈ અનેક સંઘ ત્યાં આવે છે, તેમના અભિલાષ તેના અધિષ્ઠાયકદ્વારા પૂર્ણ કરવામાં આવે છે. એવી રીતે તે તીર્થ થયું. સર્વ શ્રેષ્ઠીઓમાં ધુરંધર ધાંધલશેઠ દેવ-દ્રવ્યની ચિંતા(સાર-સંભાળ-વહીવટ-વ્યવસ્થા) કરતા હતા.
એક વખત ત્યાં જાવાલિપુર(જાહેર) તરફથી યવનનું સૈન્ય આવ્યું હતું, તેને દેવે અસ્વાર થઈને નસાડયું હતું
* “છરાપધિમંડન-પાર્શ્વનાથ-વિનતિ” નામની ૧૧ કડીની એક પદ્યકૃતિ પ્રાચીન પ્રતિમાં છે, તેમાં વિ. સં. ૧૩૬૮ માં એ અસુર-દલ
જીત્યું જણાવી પ્રભુ-પ્રભાવે એ ઉપદ્રવ ટળે જણાવ્યો છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com