________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ
૨૩
'ગિરધરદાસને વાત જણાવતાં તેમની આજ્ઞાથી દુર્લભદાસે (શેઠે) ત્યાં જઈ ભૂમિ પેદાવી એટલે જીરાવલી પાર્શ્વનાથ દેવે દર્શન દીધાં. હર્ષવધાઈ થઈ હતી. આ પ્રતિમા પ્રકટ થયાને સંવત્સર, માસ, તિથિ વિ. સં. ૧૮૮૯ માગશર વદિ ૧૧ સ્પષ્ટ સૂચવેલ છે.
ભટ્ટારક શાંતિસાગરસૂરિએ કરી હતી, જે મધુવનમાં કાનપુરવાળાના જિનમંદિરમાં છે (પૂ. નાહર-જેનલેખસંગ્રહ નં. ૨, લે. ૧૮૨૯).
૧. વડોદરા-મામાની પોળના વકીલ ડાહ્યાભાઈ મગનલાલ પરીખ પાસે વિ. સં. ૧૮૮૯ માં કપડા ઉપર લખેલ મકાનને દસ્તાવેજ છે, જેમાં મામાની પિળ પહેલાં બાલચંદ પટેલની પિળ તરીકે ઓળખાતી જણાવી છે, તેમાં પટેલ ગિરધરદાસ બાલચંદની શાખ તરીકે સહી છે, કવિએ પાટીલ ગિરધરદાસ નામ જણાવેલ છે, તે એ જ વ્યક્તિ જણાય છે.
૨. દુલ્લભદાસ.
આમાં જણાવેલ દુર્લભદાસ શેઠ તે ગાંધી સુશ્રાવક (વે. જૈન ગૃહસ્થ) જણાય છે કે-જેમણે વિ. સં. ૧૮૯૦ માં મહેદરામાં આ જ કવિરાજ દીપવિજયજીને બીજા શ્રાવકે સાથે મહાનિશીથી બંધમાં પૃછા કરી હતી અને કવિરાજે તેમના પ્રત્યુત્તર તરીકે “મહાનિશીથના બેલ” નામને ના ગ્રંથ રચ્યું હતું અને વિ. સં. ૧૮૯૨ માં આ કવિરાજ સુરતમાં હતા, ત્યારે મૂર્તિપૂજા વિગેરે વિષયક પ્રશ્નાવલી પૂછનાર વડોદરાના શ્રાવક-સંધમાં પ્રથમ નામ ગાંધી દુર્લભદાસ ઝવેરચંદ તરીકે જણાવ્યું છે, તે જ આ આગેવાન શ્રાવક (વે. જેન) જણાય છે, જેનું સૂચન મેં “વટપક(વડેદરા)ના ઐતિહાસિક ઉલ્લેખો ” લેખાંક ૧૧)માં કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com