________________
પાવાગઢથી વડોદરામાં
પ્રસંગે ચાંપાનેરના સંઘમાં હર્ષવધાઈ થઈ હતી. ચાંપાનેરમાં અને પાવાગઢ પર સર્વ જન પ્રભુ–ગુણ ગાતા હતા. આ સાથે મૂલનાયક અભિનંદન જિનના શાસનની રક્ષિકા શ્યામ વર્ણવાળી, પદ્માસના અને ચાર ભુજાવાળી લટકાળી કાલીદેવીને • પણ ત્યાં સ્થાપી હતી.
ખરતરગચ્છના નાયક શ્રી જિનચંદ્રસૂરિ, કે જેમને મંત્રીશ્વર કર્મચ કે શહેનશાહ અકબરની અધ્યક્ષતામાં “યુગપ્રધાન” પદવીથી સન્માનિત કરાવ્યા હતા અને જે આચાર્યના સદુપદેશથી અકમ્બરે આષાઢ અષ્ટાક્ષિકાનું અમારિ–ફરમાન પ્રકટ કર્યું હતું, તે આચાર્ય સાથે, સંઘપતિ સમજીવાળા સંઘ શત્રુંજય-યાત્રાએ ચાલે, તે સમયે વિ. સં. ૧૬૪૪ માં દેશદેશના સંઘમાં ચાંપાનેરને સંધ પણ આવ્યા હત-એવો ઉલ્લેખ વિ. સં. ૧૬૪૮ માં રચાયેલા જિનચંદ્રસૂરિ–રાસમાં મળે છે –
“વિકમપુર મંડેવરલે, સિન્ધ જેસલમેર; સિરોહી જાલેરનઉ, સેરઠિ ચાંપાનેર. ૨૨ સંધ અનેક તિહાં આવિયા, ભેટણ વિમલ ગિરિન્દ;
લેતણું સંખ્યા નહીં, સાથે ગુરુ જિનચન્દ. ૨૩ ” –વિશેષ માટે જૂઓ ઐતિહાસિક જેનકાવ્ય-સંગ્રહ, યુગપ્રધાન શ્રી જિનચંદ્રસુરિ (પૃ. ૬૦ લે. અગરચંદજી, ભૈવરલાલજી નાહટા) “વાડીના ભમરા ! દ્વાખાં મીઠી રે ચાંપાનેરની” એ દેશમાં પણ કવિ દીપવિજયજીએ “સેહમકુલરત્નપટ્ટાવલી–રાસ”(હ. લિ. પ્રતિ પૃ. ૨૪) માં ઢાળ-કવિતા રચી છે.
૨. બાવન જિનાલયવાળી તે જગ્યા પર દિ. યુ. હે. જરીવાળાએ મંદિર કરાવી વિ. સં. ૧૯૬૭માં પ્રતિષ્ઠા કરાવ્યાનું શ્રીયુત નાથુરામ પ્રેમીજીએ જણાવ્યું છે-જૂઓ “પરિશિષ્ટ અભિપ્રાયો માં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com