________________
[ ૧૮ ]
નં૦ ૮. બકરાને બેલી.
તા. ૨૬-૯-૧૯૦૬. દશરાની દેવીઓ પાડા બકરાને ભાગ લેવા હાજર થયાં છે.
શું હિંદુધર્મની મૂર્ખાઈ! શું દેશી રાજાઓની ઘેલછાઈ! દશરા જે પવિત્ર દિવસ હિંદુ તહેવાર તરીકે મન છે. તે દિવસે પ્રજા આનંદ કલોલમાં કંસાર, ચુરમાં અને વેડમી જમે છે. દેવીને નૈવેદ્ય ઘરે છે. શમીનાં પૂજન કરે છે. સ્ટેટેમાં રાજ્યસ્વારીયે નીકળી ઘોડાઓને ગામ બહાર પુરવાટ દોડાવે છે. ગાન, તાનની ધામધુમ થઈ રહે છે. આવા ઉત્તમ પર્વના દિવસે રાજાથી રાંક સુધી સર્વ કઈ જીવાત્મા આનંદ પામે છે. જીવ ઉલ્લાસમાં રાખે છે. ત્યારે તે દિવસ બિચારાં અવાચક નિરપરાધી મુગાં પ્રાણી પાડા બકરાનાં ગળાં બે ગુન્હ અમારા રજપુત બહાદુરની સમશેરથી દેવીના નિમિત્તે દેવીના દેવલ આગળ રેસાય છે. તેઓ બેઓંના બરાડા પાડે છે, છતાં આ કૃપણુકામ રાજાએ હર્ષાનંદમાં કરે છે. આથી તમામ પ્રજા નારાજ, આખું મહાજન નારાજ, આખું સમગ્ર ગામ નારાજ છતાં શુદ્ધ ક્ષત્રિના હૃદય કેમ અવાચક પશુપ્રત્યે નિષ્કુર અને જડવત થતાં હશે !
પાડા અને બકરાંના વધથી દેવી પ્રસન્ન થાય છે, એમ તમામ રાજ્યકર્તાના હદયમાં ક્યા દુષ્ટ ધર્મગુરૂએ ઠસાવી દીધું હશે ! તે કાંઈ સમજાતું નથી. દેવીઓ બકરો પાડાના લેગ કદી લહેજ નહીં. એ નિશ્ચય સમજવું જે તેને બકરાં પાડા લેવા હોય તે પિતે જાતે લેત પણ તમારી સમશેરથી લેવરાવત નહીં. દેવીએ દયાલુ હોય છે, મા બોલાય છે. તેઓ જે ભેગની તરશી હોત તે બકરાં પાડા જેવા ગરીબ પ્રાણીઓ ન લેત પણ સિંહ, ચિતા,વાઘ જેવાં પ્રાણુઓના ભાગ લેત. આ તે બધું રાજાઓના વહેમનું જ પિગળ જોવાય છે. દેવીએ પાડા બકરાંથી કદી પ્રસન્ન થવાની નથી. એ વધથી કાંઈ રાજી કરાજી થતી નથી. નાહક આવા પવિત્ર દિવસે પશુઓના વધ એ કુદરતના કાયદા વિરૂદ્ધ હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે મહાન પાપ ગણાય છે એમ શાસ્ત્રો કહે છે.
હાલમાં સુધરેલો જમાને છે. અમારા રાજા બહાદુરે કોલેજમાં વિદ્યાદેવી પ્રાપ્ત કરી કેળવાયા છે. પુરાણુધર્મનું, પિપકલાનું કેવું પિગળ છે તે કેલેજમાં ભણતી વખત સારી રીતે જાણી શકયા છે. અને તેથી પાડા બકરાંના વધના વહેમથી ઘણુ રાજાએ હવે મુક્ત થયેલા અમે જોઈયે છીયે, પરંતુ હજી કેટલાક રાજાઓ કેળવાયેલા છતાં આ ખોટા વહેમમાં ધુસાઈ પાડાં બકરાં દશેરાને દિવસ મારે છે એ ખરેખર અગ્ય કામ મહાજનની લાગણી દુખાયા જેવું છે.
જે દેવી બકરાં પાડાના વધથી પ્રસન્ન થઈ રાજાઓને કુશળ કરતી હોય તે પછી અમારા ઘણુ રાજાઓ કાળને સરણ થાય છે તે કદી ન થાત. તેઓનાં શરીર દેવી અમર કરત. માણસ પ્રસન્ન થતાં પણું શરીર રક્ષણ કરે છે. તે પછી દેવી કેમ રાજાને મરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com