________________
C.
[ !॰ ] નં.૧.
મુંબઈ સમાચાર. મુંબઈ તા. ૨૧-૯-૧૯૦૬.
દારાના પવિત્ર હિંદુ તહેવાર ઉપર વહેમથી હિંદુ રાજ્યામાં ભાગ થઇ પડતાં પ્રાણી તરફ દયાભાવ રાખવાની કરવામાં આવેલી વાજબી અરજ.
દશરા એટલે કે આણ્વન શુદ દશમના દિવસ હિંદુ ભાઇએ વચ્ચે ઘણા શુકન ભર્યાં. અને પવિત્ર ગણવામાં આવે છે. હિંદુભાઇને કેાઈ પણ સાહસ ખેડવાનું હેાય ત્યારે તે તેની શરૂઆત કરવા માટે દશરાના દિવસ પસંદ કરે છે, કારણકે શ્રી સીતાજીને હરી જનારા રાવણ ઉપર શ્રી રામચંદ્રજી જે દિવસે ચઢાઇ લઈ ગયા હતા તે વિજયા દશમી અથવા દશરાના દિવસ હતા. તે ઉપરાંત મહાભારતમાં પણ આ દિવસ માટે ઘણું વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારતના વિરાટપર્વમાં જણાવવામા આવ્યું છે કે, પાંચ પાંડવામાંના એક અર્જુને જે હથીયારાને એક વર્ષસુધી નહીં અડકવાની બાધા લઈને સમડીનાં ઝાડ ઉપર સંતાડી રાખ્યાં હતાં તે આખું વર્ષ ખલાસ થયા પછી ઝાડ ઉપરથી વિજયા દશમીને દિવસે ઉતાર્યાં હતાં. અને તે પછી તેણે જે પરાક્રમ કરવા આરંભ્યું તેમાં તેને તેહ મળી હતી. એ કારણેાને લીધે વિજયા દશમીને દિવસ ઘણા શુભ ગણવામાં આવે છે, અને તેથી તે દિવસે કેટલીક ધાર્મીક ક્રિયાએ દાખલા તરીકે સમડી પૂજન વગેરે કરવાના રિવાજ દાખલ થયેા છે. સમડીનું પૂજન કરવાનું મુખ્ય કારણ એટલુ જ છે કે તે ઝાડને પવિત્ર માનવામાં આવે છે, અને અર્જુને તે ઝાડ ઉપરથી હથીયાર ઉતારતાં પહેલાં તેની પૂજા કરી હતી. તેથી દરેક હિંદુરાજા તે દશમીને દિવસે સમડીના ઝાડનું પૂજન કરવાની ફરજ માને છે ઇતિહાસિક પુસ્તક વગેરેમાંથી તેટલું મળી આવે છે, પણ તેની સાથે પાડા યા અકરાંના ભાગ આપવાના રિવાજ કયારથી દાખલ થયા તે કાંઈ મળી શકતું નથી, અનુમાન માત્ર એટલુંજ કહાડી શકાય છે કે જે કાળમાં બ્રાહ્મણા વેદ્યાભ્યાસમાં નખળા પડતા ગયા ત્યારે નવા તત્વા ઉમેરીને પાતાનું સર્વોપરીપણુ ટકાવી રાખવાની તજવીજ કરવા લાગ્યા, તે વખતમાં આ રિવાજ દાખલ થયા હશે. મહાકાળીના ભક્તા તે દેવીના ભાગ ચઢાવવામાંજ પાતાનું કર્ત્તવ્ય માને છે. અને ખંગાળામાં દુર્ગા પૂજાના એટલે કે વિજયા દશમીના દિવસે હજારો મકરાં મહાકાળીના નામે રેહેસવામાં આવે છે તે આપણે જાણીએ છીયે. પણ હિંદુરાજા, મહારાજાએ માત્ર બ્રાહ્મણાનાં ગુરૂપણાં હેઠળ કામ કરતા આવ્યા છે, તેઓએ દશરાના પવિત્ર દિવસે પશુવધ કરવાના રિવાજ શા કારણે અને કયારથી પસંદ કર્યાં તે નકી કહી શકાતું નથી. એટલું તે ચાસ છે કે જે રાજકર્તા તે રિવાજનું નિરૂપયેગીપણું જોઇ શકયા છે તે તે બંધ કરવામાં પછાત પડ્યા નથી; તે પણ હજુ ઘણા રાજકર્તાએ આગલા વખતથી ચાલતે આવેલા રિવાજ બંધ પડવાની જરૂર જોઈ અથવા હિમત બતાવી શકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com