________________
[૧] નં. ૧ વારાહી, તા. ૨૮-૯-૧૮૬
મિ. વીરચંદ દીપચંદ, સી, આઈ, ઇ, જે, પી, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના રેસીડન્ટ જનરલ સેક્રેટરી સાહેબ.
આપને તા. ર૮-૯-૧૬ ને પત્ર મલ્ય-વાંચી બીના જાણી. અવાચક પ્રાણીઓના રક્ષણાર્થે આપની પરોપકાર વૃત્તિ તથા જીગર પૂર્વની લાગણી જોઈ અમને પારાવાર ખુશાલી ઉપજે છે અને તે બાબત અમે આપને ધન્યવાદ તથા મુબારકી આપીએ છીએ. અને તેના સંબંધમાં આપને જણાવવાનું કે અમારા રાજ્યની અંદર દશરાની કીયાઓની અંદર તે પવધ બિલકુલ કરવામાં આવતું નથી, એમ જણાવવાનું અને ખુશી ઉપજે છે, એટલું જ નહિ પરંતુ તે રિવાજ આ રાજ્યની અંદર પ્રથમથી જ નથી. તેવાં પ્રાણીઓની તરફ અમે બહુજ દયાની દૃષ્ટિથી જેવા ખુશી છીએ. આપની તન્દુરસ્તી ચાહું છું. આ તરફનું કામકાજ બીજું લખાવશે હાલ એજ.
નામદાર હજુર સાહેબનાં ફરમાનથી.
લિ. સેવક.
Baxi. Head clerk Warahi state.
ન. ૧૦ કટોસણા.
તા. ૧૬-૧૦-૬. મંગળ. માં જન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ.
ચંપીગલી-મુંબઈ. આપને ગયા માસની તા. ૨૧ મીને પત્ર મ. તેમાં પશવધ શાસ્ત્ર રીતિ નથી એ વિષે વિવેચન કરી આપે જે મહાન કાર્ય બજાવવા ઉત્સાહ અને ખંતથી મને જે ભલામણ કરી છે તે ખાતે હું આપને અતકરણથી આભાર માનું છું.
અત્રે દશરાના તહેવારમાં માતા આગળ પૂર્વના જડ ઘાલી બેઠેલા અજ્ઞાન વિચાસેથી જે પશુવય થતા હતા તેમેં ગયા ત્રણ વર્ષોથી હમેશને માટે બધ કર્યો છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com