SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક ( ૭૭ ) લ અને તરૂણ વીરપુત્રે જ્યારે ધર્મ તથા નીતિ વિદ્યામાં આગળ પડશે, ત્યારેજ વીર ધર્મને વિજય થશે. ધર્મ, વ્યવહાર અને નીતિનું બળ વધારવાને સારી સારી સંસ્થાઓ સ્થાપન કરી વીરશાસનને વિજય વાવટે ફરકાવજે. " મહાનુભાવ આનંદસૂરિ આ પ્રમાણે ઉપદેશ આપી વિરામ પામ્યા–તે પછીનયચંદ્ર, સુધા અને જિજ્ઞાસુ–એ શ્રાદ્ધ ત્રિપુટીએ ગુરૂભક્તિનું ગેરવ ધારણ કરી તેમને પુનઃ વંદના કરી અને વીરશા- . સનને ઉઘાત થાય, તેવા વિવિધ જાતના અભિગ્રહ ગ્રહણ કર્યા. ત્રિકરણ શુદ્ધિથી ગુરૂભકિતને ધારણ કરતા, ગુરૂના પ્રભાવની પ્રશંસા કરતા અને જ્યાં સુધી ગુરૂની મને જ્ઞમૂર્તિ જોવામાં આવી ત્યાં સુધી વારંવાર સિંહાલેકન કરી ગુરુમૂર્તિના દર્શન કરતા શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબોધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ સિદ્ધગિરિની તલેટીમાંથી પ્રસાર થયા. તેઓ વિમલગીરિના શિખરને પુનઃ પુનઃ ભાવપૂર્વક અવલેતા અને તે પર રહેલી પ્રભુની પ્રતિમાઓનું ધ્યાન કરતા ચાલતા હતા. આનંદસૂરિ શ્રાવક નયચંદ્રને પ્રતિબંધ કરવાની પિતાની ધારણુ સફળ કરી અને હદયમાં ધારેલી સિદ્ધગિરિની સાત યાત્રાએ ને પૂર્ણ કરી ત્યાંથી સપરિવાર વિહાર કરી ચાલી નીકળ્યા હતા નયચંદ્ર પણ કેટલાક સમય તે તીર્થભૂમિમાં કુટુંબ સહિત રહી પોતાના વતન તરફ વિદાય થયે હતે. નયચંદ્ર નિઃશંક થઈ આહંતધર્મની આરાધના કરી હતી. છેવટે પિતાના ધર્મનિષ્ઠ પુત્ર જિજ્ઞાસુને ગૃહભા ૨ સેંપી અને સાતક્ષેત્રમાં દ્રવ્યને સદુપયોગ કરી નયચંદ્ર ચારિત્ર ધર્મને ધારક બન્યું હતું. તેણે સાત નયના સ્વરૂપને દર્શાવી વિવિધ જાતના ઉપદેશ આપ્યા હતા; ભારતવર્ષની જૈનપ્રજા નયવિજય મુ. નિની નિર્મલ વાણી સાંભળવાને અતિ ઉત્સુક બની હતી. તે મહા નુભાવે પિતાના પૂર્વોપકારી ગુરૂ શ્રી આનંદસૂરિની ધર્મકીર્તિને ભારતના ચારે ખૂણામાં પ્રસરાવી હતી. કેટલાક સ્થાનેમાં જૈનધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy