________________
(૫૬) નયમાર્ગદર્શક
મુક્તિરૂપી સ્ત્રીના લલાટનું તિલકરૂપ, ચિત્તરૂપી પિયણાને ખીલવવામાં ચંદ્રસમાન અને તીર્થરાજ સિદ્ધગિરિના શિરોમણિરૂપ શ્રી આદીશ્વર ભગવાન્ જય પામે,
આ પ્રમાણે મંગળાચરણ કર્યા પછી સૂરિવર પ્રસન્નવદને બેલ્યા–ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને વત્સ જિજ્ઞાસુ, તમને પ્રથમ કહેલા સાતનય વિષે કેટલીએક સમજતી આપી છે, અને આજે તે વિષે બીજા શાસ્ત્રીય અને લાકિક દષ્ટાંત આપી વધારે ખુલાસો કરીશ, તે તમે એક ચિતે શ્રવણ કરજે. મેં તમને જે સાતનય સમજાવ્યા, તેમાં નિશ્ચય અને વ્યવહાર-એ બે મૂલાય છે. એ સાતેયમાં જે પેહેલા છ નય છે, તે વ્યવહારમાં છે અને છેલ્લે જે એવંભનય તે નિશ્ચયમાં આવે છે. તેમાં વળી એક બીજી વાત પણ ખાસ જાણવા જેવી છે, છ નયે જે કાર્ય છે, તે અપવાદે કારણરૂપ છે અને સાતમે એવંભૂતનયે જે કાર્ય છે તે ઉત્કૃષ્ટ ઉત્સર્ગ નિશ્ચય કાર્યરૂપ છે, તેથીજ પહેલા છ નયને વ્યવહારમાં ગણ્યા છે અને સામે કાર્ય ૫ જે એવભૂતનય તેને નિશ્ચયમાં ગણે છે.
જિજ્ઞાસુએ વિનયથી કહ્યું, ભગવન,એ સાત નયમાં દ્રવ્ય અને ભાવ લાગુ પડે કે નહીં? | સૂરિવર–ભદ્ર, દ્રવ્ય અને ભાવ તેમાં પણ લાગુ પડે છે. એટલે દ્રવ્યનય અને ભાવનય એવા નામ પણ તેઓને આપી શકાય છે.
નયચંદ્ર–ભગવન્, તેઓમાં દ્રવ્યનય કયા? અને ભાવનય ક્યા? તે કૃપા કરી સમજાવે.
સૂરિવર–ભદ્ર નયચંદ્ર, તે વિષે કેટલાક વિદ્વાનોને જુદા જુદા મત છે, તથાપિ એકંદર રીતે તેમને આશય એકજ છે.
નયચંદ્ર–મહારાજ, તે કેવી રીતે છે ? તે જણાવે.
સૂરિવર–ભદ્ર, શ્રી જીનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજી મહારાજ ૧ નિગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, અને ૪ જુસૂત્ર—એ ચારનયમાં નામ, સ્થાપના અને દ્રવ્ય--એ ત્રણ નિપા દ્રવ્યસ્તકપણે રહેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com