________________
૨૪
નવયુગને જૈન આક્ષેપ કરે છે અને એ વૈરનું શમન જુગજૂ નું હોઈ વારંવાર પ્રચંડ સ્વરૂપ પકડે છે.
વીતરાગના શાસનમાં આ ઝઘડે હૈઈ શકે? સંવત્સરી પર્વ સર્વ કવેતાંબરે સ્વીકારે છે. જે દિવસે વૈરવિધ ખમાવવાના છે તે દિવસ ક્યારે ઉજવવો તેની ચર્ચામાં ઉકળાટ આક્ષેપ અને સમયક્ષેપ વીતરાગના અનુયાયીને શોભે છે? વૈર શમાવવાના પ્રસંગને વૈર વધારવાનું કેન્દ્ર કરનાર શાસ્ત્ર રહસ્ય અને શમદમની વિભૂતિઓ કઈ રીતે પચાવી શક્યા હશે તે સમજવું પણ અશક્ય છે. જે પર્વ દિવસના કર્તવ્ય-અકાવ્યની તકરાર હેત તે વાત સમજી શકાય તેવી છે, પણ સામાન્ય પ્રતિક્રમણ કયે દિવસે કરવું એ સંબંધી જમાના સુધી તકરાર ચાલે અને તેને નિકાલ જ ન થાય તે વાત નવયુગને ગળે કોઈ રીતે ઉતરે તેવી નથી.
અને સાંવત્સરી પર્વનું કર્તવ્યપણું સ્વીકારનાર એટલી ઉદારતા ન બતાવી શકે કે જેને એથે વૈરવિધ શમાવવો હોય તે તે દિવસે શમાવે અને પાંચમને દિવસે શમાવવો હોય તે પાંચમે સમાવે? મુદ્દો ક્યા દિવસે વૈરવિધ શમાવવો તે હોઈ શકે નહિ, વૈરવિરોધ માટે મિથ્યા દુષ્કૃત્યને જ મુદ્દો હોઈ શકે. મૂળ વાત તદ્દન હવામાં ઊડી ગઈ, પરસ્પર પ્રેમથી બન્ને એકબીજાની પ્રશંસા કરે, અંતરથી બોલે કે “હું સર્વ જીવોને ખમાવું છું, સર્વ છે મારા જ્ઞાત અજ્ઞાત અપરાધો ખમે. મારે સર્વ જીવાત્માઓ સાથે મૈત્રી છે અને મારે કઈ સાથે વૈર નથી.” આવું મહાન આદર્શ સૂત્ર હૃદયથી બેલનાર એના દિવસની ગડમથલમાં પડી એ પર મરચાઓ કેમ માંડે? સમન્વય શક્ય હો, નહિ તે વિકલ્પમાં પણ જીવ જેવો વાં જણાતું નથી. આમાં મૂળ સિદ્ધાન્તની કાંઈ બાબત પણ નથી અને પરસ્પર ધર્મપ્રેમ વધારવાના દિવસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com