SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨જી ચાલ્યા કેટલાક ઝઘડા ઐતિહાસિક થયા છે અને માટી સંખ્યાનાં વર્ષો તે પછી વીત્યાં પણ એ ઝધડા પડ્યા નથી. વાતમાં કાંઈ માલ ન હેાય, જૈનધર્માંના મૂળ સિધાન્તને એની સાથે લાગેવળગે તેવું ન હોય અને છતાં પૂરતા ઉત્સાહથી એ ઝઘડા જ કર્યાં છેઃ અને એને સમન્વય તે વખતે શક્ય હતા અને મતભેદ કાં ા કાલ્પનિક હતા અથવા મહત્ત્વ વગરના હતા તે બતાવવા એવા મુખ્ય ઝધડાઓ પૈકી કેટલાકને એ કઈ નજરે જોશે અને એને સમન્વય કેમ કરશે, એમાં એક પણ ઝઘડે જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તને લગતા નથી પણ સાધનધર્માને લગતા એ સર્વ ઝઘડા હાઈ તે ન કરવા યોગ્ય હતા તે એ કેવી રીતે બતાવશે તે આપણે પ્રથમ જોઇ જઇએ જેથી નવયુગની વિચારસરણીને આપણને સહજ ખ્યાલ આવશે, સાધનધર્મી અને તત્ત્વજ્ઞાન વચ્ચેના તફાવત આ વિચારણાને અંગે સૂત્ર રૂપે એક વાત કરવાની છે. તેની સૂચના સહજ રૂપે ભૂમિકામાં થઈ ગઈ છે અને તે એ છે કે સાધનધર્માં અને તત્ત્વજ્ઞાન વચ્ચેના તફાવત બરાબર લક્ષ્યમાં રાખવા જોઈ એ જૈનદર્શનના મુખ્ય સિદ્ધાંતા આત્માનું વ્યક્તિત, કના સિદ્ધાન્ત, પ્રયાસથી સિદ્ધ, કર્માંથી મુક્તિ, મુક્તિ પછી અજરામરવ, નનિક્ષેપના સિદ્ધાન્ત, પ્રમાણજ્ઞાનના સિદ્ધાન્ત, નિગોદને સિદ્ધાન્ત, સપ્તભંગીનું સ્વરૂપ, તદ્નારા પ્રાપ્ય અનેકાંત વ્યવસ્થા, પરમાણુને સિદ્ધાંત, પરિણામીત્વવાદ, દ્રવ્યગુણપર્યાયવાદ, ગુણનું સહભાવિત્વ, પૉયનું ક્રમભાવિત, જીવ અને કર્માંને સંબંધ, સંબંધ છતાં વિયેાગની શકયતા અને સ પ્રયાસનું અંતિમ સાધ્ય મેક્ષપ્રાપ્તિ – આ મુદાસરના મૂળ સિદ્ધાન્તો છે. જૈન પરિભાષામાં કહીએ તો સમસ્ત દ્રવ્યાનુયાગના સમાવેશ પ્રાયઃ મૂળ સિદ્ધાંતમાં આવી જાય છે. એ સંબંધમાં જેની માન્યતા અસ્પષ્ટ હોય એને - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૧૯
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy