SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ -- - ૧૦. નવયુગને જૈન સમ્યકત્વ નથી અને જ્યાં સમ્યકત્વ ન હોય ત્યાં માર્ગોનુસારીત્વ હેઈ શકે છે, પણ જૈનત્વ ત્યાં રહેતું નથી. સમ્યકત્વ વગર જૈનદર્શન તરફ સન્મુખતા હોઈ શકે છે, પણ તે વગર મુપ્રિયાણ નથી; આ મુદ્દાની વાત છે. આમાં કઈ પ્રકારનો અપવાદ શક્યા નથી. ચર્ચા, શંકાસમાધાન અને વિજ્ઞાનબુદ્ધિએ એમાં વાદવિવાદને સ્થાન છે, પણ જે આત્મા, પરભવ, મુક્તિ વગેરે ઉપર્યુક્ત બાબતે ન સ્વીકારે તે જૈન રહી શકતું નથી. આ વાત જૈન સિદ્ધાંતેમાં ઠામ ઠામ ભાર મૂકીને કહી છે અને વિચાર કરતાં તે બેસી જાય તેવી સ્પષ્ટ બાબત છે. એ મુક્તિની સાધના માટે અનેક સાધને અનુષ્ઠાને ક્રિયાઓ માર્ગો અને ઉપાય બતાવવામાં આવ્યાં છે. સમ્યકત્વના સડસઠ લક્ષણથી માંડીને શ્રાદ્ધ જીવનનાં બાર વ્રત-દ્રવ્યશ્રાવકનાં લક્ષણે, ભાવશ્રાવકનાં લક્ષણે, દ્રવ્યયતિભાવનાં લક્ષણ ભાવસાધુતાને અંગે અનેક સાધનની યોજના કરી છે. એમાં અઢાર પાપસ્થાનકને ત્યાગ, આશ્રવનાં કારેને બંધ કરવાના પ્રસંગે, સંવરના અનેક પ્રસંગેનો આદર, નિર્જલાની વિશિષ્ટતા આદિ અનેક બાબતે આવી જાય છે. એમાં આખો નીતિ વિભાગને વિય જેને અંગ્રેજીમાં “એથિકસ' કહે છે કે, તેમજ ક્રિયાના અનેક વિભાગે બતાવવામાં આવ્યા છે. સામાન્ય અધિકારીને દ્રવ્યક્રિયા ભાવ નિમિત્તે બતાવી છે, સામાન્ય વિકાસવાળા માટે અણુવ્રતની યોજના છે, વિશેષ અધિકારી માટે મહાવત બતાવ્યા છે, સાધુ ધર્મ બતાવ્યો છે, સાધુ ધર્મમાં પણ સ્થવિરકલ્પ, જિનકલ્પ બતાવ્યા છે, એમાં વળી બાવીશ તીર્થકરના સમયની અને આદિ તથા અતિમ જિનના સમયની ચર્ચામાં ભેદ બતાવ્યા છે. ચોથા પાંચમા આરાને અંગે અનેક અનુષ્ઠાનમાં ભેદ પડ્યો છે અને આ સર્વ બાબતને સમાવેશ ચરણકરણાનુયોગ'માં કરવામાં આવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy