SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - - નવયુગને જૈન, પુસ્તકનું નિર્માણ કેમ ને કેવી રીતે? આ આખું પુસ્તક નવયુગને તો સમજનાર, વર્તમાન પરિસ્થિતિના અભ્યાસક, ઈતિહાસના જાણકાર, ધાર્મિક પ્રવાહની ઊંચીનીચી ગતિના ગષક અને બની શકતી તટસ્થ ભાવનાના પષક મુમુક્ષુ પુરુષની સાથે થયેલી ચર્ચાવિચારણાના પરિણામે લખાયેલું છે. એમાં અનેક સ્થાને પ્રચ્છન્ન અને પ્રત્યક્ષ હૃદયવેદના પણુ દેખાશે. નવયુગના અનેક પ્રસંગો થવાની શક્યતા સાથે લેખક સમ્મત હોય એમ ધારી લેવાનું કારણ નથી, પણ જેવું દેખાયું તેવું લખી નાંખી તેમની પાસે નૈવેદ્ય ધરવાની ફરજ સમજી: આ ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક લખતી વખતે જૈન કેમને લગતે એક પણ લેખ વર્ષ ઉપરાંત સમયથી વાંચ્યો નથી. અનેક વર્ષોના અનુભવેલા પ્રસંગે પર થયેલ વિચારણું ને અવલોકને રજૂ કરવાની તક મળી તેનું આ વ્યક્ત પરિણામ છે. આ દષ્ટિમાં કાંઈ તટસ્થતા દેખાય તે આવકારદાયક ગણાવી જોઈએ. કોઈ પણ સાધનની ગેરહાજરીમાં એક પછી એક વિચાર આવ્યા કરશે એમ ધારી લઈ આ પુસ્તક લખવા માંડયું છે. એની પરિપૂર્ણતાને દાવો તે કઈ રીતે શક્ય નથી. લખતી વખતે સાધનની પણ અલ્પતા છે, ચર્ચા કરનારની સંખ્યા નહિવત થઈ ગઈ છે અને વાતાવરણ વિચિત્ર છે. આવા સંજોગોમાં એક દિવસ ફરતાં ફરતાં એક મહારાષ્ટ્રીય બંધુના હાથમાં પુસ્તક જોયું. તેનું નામ હતું નવયુગચા ધર્મ' એટલા નામાભિધાન પરથી નવયુગના જૈનની કેવી ભાવનાઓ થશે તે પર વિસ્તૃત ઉલેખ કરવા નિર્ણય થ આ પ્રમાણે પ્રસ્તુત અપ્રસ્તુત પ્રાસંગિક વાત કરી ભૂમિકારૂપે લેખકની દષ્ટિએ મહત્વની લાગતી સૂચના કરી હવે મુદ્દા પર આવી જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy