SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧લું હેઈ શકે એવા ધોરણે કદિ વિચારણા કરવી નહિ. સત્યની જ ગષણા કરવી હોય તે તેને ઈજારે એક વ્યક્તિ કે એક કોમને નથી હોતે, હેઈ શકે નહિ અને વિચારપ્રમાણિકતા તદ્દન પરસ્પર વિરુદ્ધ લાગતાં પરિણામોમાં હોઈ શકે છે એ ધોરણ સ્વીકારી ચાલવું સ્વપરને હિતાવહ છે અને મતભેદ હોય ત્યાં પણ અપેક્ષા સમજતાં શીખવું એ જૈન તત્ત્વજ્ઞાન સમજવાનું અનિવાર્ય પરિણામ હોવું જોઈએ. જે દર્શને નય પ્રમાણ જ્ઞાનને અતિ મહત્વ આપી તે પર પૃથક્કરણ કરી માનસશાસ્ત્રની અપરિમિત સેવા બજાવી છે, ત્યાં સંકોચ અને સંકડાશ ન હોવી જોઈએ. આ સંબંધમાં અત્યંત દુર્દશા જોવામાં આવે છે તેથી આ મુદ્દો ભૂમિકામાં જ સ્પષ્ટ કરવાની જરૂર જણાઈ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નવયુગની ભાવનાઓ બંધબેસતી ન લાગે તે પણ ઉશ્કેરાઈ ન જતાં એનાં કારણ અને એને ઇતિહાસ તપાસવા પ્રયત્ન કરે અને મતભેદને મહત્ત્વ આપવાને બદલે સમન્વય કેમ થાય એની ચાવીઓ શોધવા ઉઘુક્ત થવું. એમ ન જ થઈ શકે તે સમભાવે આ પુસ્તક સાધંત એક વાર વાંચી જવાની કૃપા કરવી અને અભિપ્રાય આપવાની ઉતાવળ કરવા પહેલાં સમાજશરીરના અંતરંગમાં-ભીતરમાં પેસવા પ્રયત્ન કરવો. જે જે પરિસ્થિતિઓ થઈ છે અને તેને નવીન ઝોક મળ્યો છે, અથવા મળ સંભવિત છે, તેની પછવાડે લાંબો ઇતિહાસ હોય છે તે આવી સામાજિક વિચારણામાં ખૂબ ધ્યાનમાં રાખવું. ઘણી વાર અન્યને તદ્દન સામાન્ય અથવા બીનજરૂરી લાગે તેવી બાબતે સમાજને ઝોક આપી દે છે તે અનેક પ્રસંગે જોવામાં આવશે. બીજી સામાન્ય પ્રાસ્તાવિક સૂચના અનેક પ્રસંગે વિચારણા દરમ્યાન અને પુસ્તકના અન્તિમ ભાગમાં થશે એ પર ઘટતું ધ્યાન આપવા વિજ્ઞપ્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy