SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧લુ આવું આ પુસ્તકનું નામ પાડવાનું કારણ શું? નવયુગ એટલે ક યુગ? એને જૂના યુગ સાથે સંબંધ ખરે કે નહિ? નવયુગના જૈનને પ્રાચીનથી જ કેમ પડાય? ધર્મસૂત્રની સનાતનતા સ્વીકારનારાને નવીન અને પ્રાચીન એ ભેદ કેમ હોઈ શકે? જે કોઈ વાત ન હોય તે તે કેમ લાવી શકાય? અને એ રીતે આ પુસ્તકની આખી પદ્ધતિ બીનજરૂરી હોઈ પ્રયાસ અર્થવિહીન છે એવો પ્રશ્ન સહજ છે, તેથી આ પુસ્તકની આવશ્યકતા પ્રથમ સિદ્ધ કરીએ. યુગભાવનામાં પરિવર્તન પ્રાચીન યુગથી આ યુગ ઘણી રીતે જુદો પડે છે. હિંદમાં વંશપરંપરાગત ભાવના, આદર્શ અને વ્યવહાર સૈકાઓ સુધી ચાલતા, વગર ફેરફારે એક યુગથી બીજા યુગને વારસામાં મળતા અને જીવ જેવા ફેરફાર વગર ઉત્તરોત્તર ચાલ્યા આવતા; મેચીને દીકરે મેચી થાય અને લુહારના લુહાર થાય. આ આખી ભાવના અને સંવ્યવહારપદ્ધતિમાં આ યુગમાં મહાપરિવર્તન થયું એ પ્રથમ ફેરફાર. બીજો ફેરફાર અભ્યાસના ધોરણને લઈને થયે. અમુક બ્રાહ્મણ વિદ્યાનિણાત થવા કાશી જતા અને ત્યાં વૈયાકરણ, નૈયાયિક, જ્યોતિષી આદિ થતા તેને હિસાબ તેમની અતિ અલ્પસંખ્યાને કારણે ન ગણુએ, તે સામાન્ય જનતાનું કેળવણીને અંગે ધોરણ બહુ સામાન્ય પ્રકારનું હતું. લુહાર, સુતાર, દરજી, સેની, કારીગર, મિસ્ત્રી આદિ વસવાયાને આ વર્ગ લગભગ નિરક્ષર હતા. એકંદરે એ વર્ગ ભણવા જાતે જ નહિ અને એમને ભણવાની જરૂર છે એવી જરૂરિયાત કઈ સ્વીકારતું પણ નહિ. આપણને આ લેખમાં સામાન્ય રીતે વણિકવર્ગ સાથે સવિશેષ લાગે વળગે છે. તેનું અભ્યાસનું ધોરણ પણ બહુ સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy