SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २७० નવયુગના જૈન માણસ મરવા પડે અથવા મરણને વિચાર કરે એટલે જે ધન સાથે કાઈ પણ રીતે લઈ જઈ શકાય તેવું ન હોય તેની વ્યવસ્થા કરવી જ પડે છે. આમાં વિવેક કેવા પ્રકારના થતા જાય છે અને નવયુગમાં કેવા પ્રકારના થશે એ નવયુગ વિચારશે. જે વખતે હિંદમાં સમૃદ્ધિને મર્યાદા નહાતી, જ્યારે દેશનું ધન દેશમાં જ રહેતું, જ્યારે આર્થિક પ્રશ્ના અને હરિફાઈ પરસ્પર ગૂંચવાઈ ગયેલા નહાતા અને જ્યારે દેશમાં ધન ધાન્યની વિપુળતા હતી ત્યારે ગમે તે રીતે ધનવ્યય થઈ જાય તે કદાચ ચલાવી લેવા જેવું ગણાય, પણ અત્યારે તે મહત્વના પ્રશ્ન! દેશ સામે ઉભા થયેલા છે, આખા વિશ્વ સાથે વ્યવહાર ચલાવવાના છે, આપણા દેશના આર્થિક પ્રશ્ના પર આપણા હક્ક કે આપણી સ્વાધીનતા નથી, ત્યારે નિક ધનવ્યય પાલવે નહિ; અત્યારે તે એક વાવીએ ત્યાં સા ઉગે તેવા વિવેક દાનપદ્ધતિમાં રાખવા જ પડે. નવયુગ તેથી દાનપ્રવાહને ઝોક આપશે. એ જરૂરીઆતવાળાં ક્ષેત્રાને શોધી કાઢશે, એ ભરતામાં ભરતી કરવામાં અવિવેક માનશે, એ ધરાયલાને ખવરાવવામાં પિરણામે થતું અજિષ્ણુ જોઈ શકશે, એ દેશ અને સમયને વિચારી ઉદારતાના ઝરા જ્યાં પાણીની જરૂર હાય તેવા પ્રદેશ તરફ ફેરવી નાખશે. એની નજરમાં પેાખાતા કરતાં પાષક વર્ગ વધારે ધ્યાન ખેંચશે. નવયુગની દાનપ્રથામાં નીચેની બાબતા નવી પ્રણાલિકા દેરશે. જરૂરી કેળવણી–જ્ઞાન–પ્રકાશ સથી અગત્યનું સ્થાન લેશે. કેળવણીનાં સાધન, વિદ્યાર્થી ગૃહા, વાચનમાળા, પુસ્તકા, ધ જ્ઞાનના પ્રચાર, વિજ્ઞાનમાં પ્રગતિ આદિ કેળવણીની બાબતા મુખ્ય સ્થાન લેશે. શ્રાવક અને શ્રાવિકાક્ષેત્રને સમૃદ્ધ કરવાની બાબત વિશેષ અગત્ય ધરાવશે. શ્રાદ્ધવની શારીરિક, માનસિક, વ્યાવહારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy