SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦મું ઉન્નતિના કાર્યમાં નવયુગ ઔદાર્યને ઝરે વહેવરાવવાની વધારે જરૂર માનશે. જનસમાજનું સેવાનાં કાર્યો અનેક આકારમાં ધ્યાન ખેંચશે. રાષ્ટ્રહિત સમાજ ઉત્કર્ષ એની નજરમાં ખૂબ આકર્ષક લાગશે. અભણને ભણાવવા અને નિરૂઘમીને ઉદ્યોગે ચઢાવવા એ પ્રાથમિક ફરજ માનવામાં આવશે. શારીરિક પ્રગતિ માટે વ્યાયામમંદિરે કરાવવામાં નવયુગ ધનને ઝરે ખાસ વહેવરાવશે. માંદા માટે હોસ્પીટાલે, પ્રસુતિગૃહ, માવજતગૃહ, સેવાભાવી માવજત કરનારાને ઉત્પન્ન કરનારાં ગૃહો, આરોગ્યમંદિરે, મોટા શહેરમાં સસ્તા ભાડાની ચાલીએ. આવાં આવાં ખાતાંઓને ખાસ અગ્રસ્થાન આપવામાં આવશે. ભાષણગ્રહે, પુસ્તકાલય, પ્રકાશનમંદિરે, સંગ્રહસ્થાને ઉપર વિચાર સારી રીતે ખેંચાશે. અનેક ખાતાઓમાં નામ લખવાની જરૂર ભાગ્યે જ હોય. ટૂંકામાં વર્તમાન યુગમાં જે ખાતાને પોષવાની જરૂર દીર્ઘ નજરે દેખાશે તેવા ખાતા તરફ-તેવી બાબતે તરફ નવયુગ વિવેક વાપરી ઔદાર્યને વાળશે. તેઓને પ્રાચીન કાળની કઈ સંસ્થા તરફ દેવ નહિ થાય, પણ જરૂરિયાતનું મૂલ્ય તેઓ આંકશે. મંદિરમાં જરૂર હશે તે નવું મંદિર પણ બનાવશે, પણ જરૂર ન હોય, ખાતું સમૃદ્ધ હોય ત્યાં એ વિચાર કરી જશે. એને મળેલા જ્ઞાનથી એની સમજણ પ્રમાણે એ વિવેક વાપરવાને વિચાર ધનવ્યયને અંગે ખાસ કરશે અને એને યોગ્ય લાગશે તે પ્રમાણે ખાવાપીવાની બાબતે કે જમણવારમાં પ્રચલિત યુગમાં ધનવ્યય એ જરૂરી નહિ માને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy